બજેટ (Budget 2022) રજુ થવામાં એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ પાસેથી દરેકને ઘણી આશાઓ છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકોને (Senior Citizens) પણ બજેટથી ઘણી આશાઓ છે. ઓછા વ્યાજદરના કારણે વરિષ્ઠ નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને નુકસાન થઈ રહ્યું છે. વરિષ્ઠ નાગરિકો તેમની દૈનિક જરૂરિયાતો માટે નિશ્ચિત આવકમાં રોકાણ કરે છે. બેંક ફિક્સ્ડ ડિપોઝિટ એ મોટાભાગના વરિષ્ઠ નાગરિકોની પ્રથમ પસંદગી છે, જેને હાલમાં 6 ટકાથી ઓછા દરે વ્યાજ મળી રહ્યું છે. બજેટમાં વરિષ્ઠ નાગરિકોની માંગ છે કે વ્યાજદરમાં (Interest Rate) વધારો કરવામાં આવે. આ ઉપરાંત, વાર્ષિકી આવકને કરમુક્ત બનાવવી જોઈએ. હાલમાં તેના પર ટેક્સ ભરવો પડે છે.
વાર્ષિક આવક કરમુક્ત બનાવવા આવે – નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અથવા અન્ય પેન્શન સ્કીમમાંથી મળેલી વાર્ષિકી અથવા પેન્શન પર ટેક્સ ચૂકવવો પડે છે. એકસાથે મળવા પાત્ર રકમ કરમુક્ત છે, પરંતુ માસિક કે વાર્ષિક મેળવેલી વાર્ષિકી પર ટેક્સ ભરવો પડે છે. આના કારણે વરિષ્ઠ નાગરિકો એકસાથે વાર્ષિકી રકમ લે છે, જેના કારણે તેમને પાછળથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વરિષ્ઠ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર બજેટમાં એન્યુટી ઈન્કમને ટેક્સ ફ્રી કરે.
કોરોના મહામારીના કારણે, આરબીઆઈ આર્થિક વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે છેલ્લા બે વર્ષથી વ્યાજ દરો નીચા રાખી રહી છે. ઓછા વ્યાજદરના કારણે વરિષ્ઠ નાગરિકોને નુક્સાની થઈ રહી છે. તેમને નિશ્ચિત આવકથી ઓછો નફો મળી રહ્યો છે. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક મેળવવા માટે વ્યાજ દર વધારવાની જરૂર છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોની માંગ છે કે સરકારે એફડી (Fixed Deposit) પર વિશેષ વ્યાજ દરની જાહેરાત કરવી જોઈએ.
બજેટમાંથી વરિષ્ઠ નાગરિકોની અનેક માંગણીઓ છે. વરિષ્ઠ નાગરિકો પોસ્ટ ઓફિસમાં રોકાણની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. આ સિવાય તેમની માંગ છે કે સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણની મર્યાદા દૂર કરવી જોઈએ.
વરિષ્ઠ નાગરિકો માટે નવા ઉત્પાદનો લોન્ચ કરવામાં આવે જે ટેક્સ એફીશિએંટ હોય. વરિષ્ઠ નાગરિકોની આવક વધારવા માટે વિચારણા કરવી જોઈએ. પેન્શન કપાત અને વીમા કર મુક્તિમાં ફેરફાર કરવાની જરૂર છે.
આ પણ વાંચો : Budget Expectations 2022: MSME ને આ બજેટથી શુ છે અપેક્ષાઓ, શું ટેક્સનો બોજ ઘટશે?
આ પણ વાંચો : Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ