ગૃહ પ્રધાન અમિત શાહે બજેટના વખાણ કર્યા બાદ શા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, જાણો

|

Feb 01, 2023 | 7:00 PM

મોદીજીના સહકાર હેઠળ સમૃદ્ધિના મંત્રને અનુસરીને કરોડો લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે મજબૂત ભાવના સાથે કામગીરી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે આજે બજેટમાં લેવાયેલા નિર્ણયો આ સંકલ્પનું પ્રતિક છે.

ગૃહ પ્રધાન અમિત શાહે બજેટના વખાણ કર્યા બાદ શા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, જાણો
Amit Shah on budget

Follow us on

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બુધવારે સામાન્ય બજેટ 2023-24ને “સર્વ-સમાવેશક અને દૂરદર્શી” ગણાવ્યું અને કહ્યું કે તે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ વેગ આપશે. નાણામંત્રીએ બજેટ રજૂ કર્યા પછી શાહે ટ્વીટમાં કહ્યું હતુ કે, “મોદી સરકાર દ્વારા લાવેલું બજેટ-2023 એ અમૃતકાળનો મજબૂત પાયો નાખતું બજેટ છે.” જે બાદ બજેટને લઈને તેમણે કહ્યું છે કે મોદીજીના સહકાર હેઠળ સમૃદ્ધિના મંત્રને અનુસરીને કરોડો લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે મજબૂત ભાવના સાથે કામગીરી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે આજે બજેટમાં લેવાયેલા નિર્ણયો આ સંકલ્પનું પ્રતિક છે.

પીએમના સંકલ્પને સાકાર કરવા બજેટ મહત્વની ભૂમિકા ભજવશે

એક ટ્વિટમાં અમિત શાહે જણાવ્યું હતું કે બજેટમાં વિશ્વની સૌથી મોટી વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવાની યોજના સાથે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ખેડૂતો તેમની ઉપજનો સંગ્રહ કરી શકશે અને યોગ્ય સમયે ઉત્પાદન વેચી શકશે અને યોગ્ય ભાવ મેળવી શકશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ખેડૂતોની આવક વધારવાના પીએમ મોદીના સંકલ્પમાં આ મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં સરકાર દરેક પંચાયતમાં નવી બહુહેતુક સહકારી મંડળીઓ, પ્રાથમિક મત્સ્યોદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી મંડળીઓની સ્થાપનાની સુવિધા પૂરી પાડશે. આ સાથે સહકારી ચળવળને નવી દિશા અને ગતિ મળશે, જેના કારણે આ ક્ષેત્ર વધુ સશક્ત બનશે.

2 લાખની મર્યાદા આપવાનો નિર્ણય પ્રશંસનીય

તે જ સમયે, સહકારી પ્રધાને 31 માર્ચ, 2024 સુધી રચાયેલી ઉત્પાદન ક્ષેત્રની સહકારી સંસ્થાઓને માત્ર 15% ના કરવેરામાં રાખવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે જણાવ્યું હતું કે રોકડ ઉપાડ પર ટીડીએસની મહત્તમ મર્યાદા વધારીને રૂ. 3 કરોડ કરવાનો નિર્ણય, PACS અને PCARDBs દ્વારા રોકડ થાપણો અને લોન માટે પ્રતિ સભ્ય રૂ. 2 લાખની મર્યાદા પ્રદાન કરવાનો નિર્ણય પ્રશંસનીય છે.

સહકારી ખાંડ મિલોને રૂ. 10,000 કરોડની રાહત

તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્ર માટે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાંડની સહકારી સંસ્થાઓને તેમના ખર્ચમાં 2016-17 પહેલા ખેડૂતોને કરવામાં આવેલી ચૂકવણીને પ્રતિબિંબિત કરવાની સુવિધા આપવામાં આવી છે. આ સાથે સહકારી ખાંડ મિલોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાની રાહત મળશે.

Next Article