એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

|

Nov 21, 2021 | 7:16 AM

સૂર્ય દેવને આપણા શાસ્ત્રોમાં સાક્ષાત દેવ તરીકે માનવામાં આવે છે. સૂર્ય દેવના એક મંત્રના જાપ માત્રથી થશે સંતતિની કામનાની પૂર્તિ. સૂર્ય દેવના મંત્રના જાપ માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના.

એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર
સૂર્ય દેવ

Follow us on

સૂર્ય (Sun) એ સંસારની ચેતના છે. સૂર્ય છે તો પૃથ્વી પર ઉર્જા છે. સૂર્ય દેવની પૂજાથી વ્યક્તિને યશ અને કિર્તીની પ્રાપ્તિ થાય છે. તો સૂર્ય દેવની કૃપાથી જ વ્યક્તિના જીવનમાં શક્તિનો સંચાર થાય છે. સૂર્ય દેવને આપણા શાસ્ત્રોમાં સાક્ષાત દેવ તરીકે માનવામાં આવે છે. રવિવાર એતો સૂર્ય દેવની ઉપાસના માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આમ તો સૂર્ય દેવનું એક નામ રવિ પણ છે.
પણ શું તમે જાણો છો કે સૂર્ય દેવના એક મંત્રના જાપ માત્રથી થશે સંતતિની કામનાની પૂર્તિ ?

માન્યતા છે કે સૂર્ય દેવના પત્ની દેવી રાંદલ સંતાન સુખના આશિર્વાદ આપે છે. પણ આજે તો અમે આપને જણાવીશું સૂર્ય દેવનો એક એવો મંત્ર કે જેનાથી વ્યક્તિની સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આવો જાણીએ સંતાન પ્રાપ્તિ કરાવતો સૂર્ય દેવનો મંત્ર.

“ૐ ઓમ ભાસ્કરાય પુત્રં દેહિ મહાતેજસે
ધીમહી તન્ન: સૂર્ય પ્રચોદયાત્ ।”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કહે છે કે આ મંત્રનો જો નિયમિત જાપ કરવામાં આવે તો ઘરમાં બાળકની કિલકારી ગુંજે છે. એટલે કે માત્ર એક મંત્રનો નિયમિત જાપ આપની સંતાન પ્રાપ્તિની કામનાને પૂર્ણતા પ્રદાન કરી શકે છે.

આ સિવાય શાસ્ત્રોમાં સૂર્ય દેવનો ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપ દ્વારા પણ આપ રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો. અને સાથે જ આપના કામ આડે આવતી પરેશાનીને દૂર પણ કરી શકો છો. કારણકે સૂર્ય દેવ એ યશનો કારક માનવામાં આવે છે. સૂર્ય દેવનો આ મંત્ર નિયમિત કરવા જોઈએ. ત્યારે નોંધીલો ગાયત્રી મંત્ર કે જેના જાપ માત્રથી આપની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

“ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય પ્રચોદયાત”

કહેવાય છે કે સૂર્ય દેવને નિયમિત નમન કરવું જોઈએ. કેટલીક વાર એવું બનતું હોય છે કે કોઈ ખાસ ઉપાય કે ચોક્કસ મંત્રના જાપ આપણે નિયમિત ન કરી શકીએ. તો પણ સૂર્ય દેવને નિયમિત જળ ચઢાવવાનું અને નમન કરવાનું ન ભૂલવું જોઈએ. કારણકે સૂર્ય છે તો જ સંસાર ચેતનવંતુ છે. સૂર્ય છે તો જ ઉર્જા છે અને સૂર્યદેવ થકી જ શક્તિ છે.

 

આ પણ વાંચો: વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ

આ પણ વાંચો: 10 સરળ ઉપાય પ્રાપ્ત કરાવશે કષ્ટભંજનની કૃપા ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાની વિધિ

Next Article