ધનતેરસ પર ક્યારે ખરીદવું ‘સોનું’ અને ક્યારે કરવી ‘લક્ષ્મી પૂજા’? જાણો શુભ મુહૂર્ત અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત

ધનતેરસ 2026ના પવિત્ર દિવસે 6 નવેમ્બરે સોનું ખરીદવા અને લક્ષ્મી પૂજા કરવા માટેનો શુભ સમય જાણવો ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર, સાચા મુહૂર્તમાં કરેલી ખરીદી અને પૂજાથી ઘરમાં તેર ગણી સુખ-સમૃદ્ધિ આવે છે.

ધનતેરસ પર ક્યારે ખરીદવું સોનું અને ક્યારે કરવી લક્ષ્મી પૂજા? જાણો શુભ મુહૂર્ત અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત
| Updated on: Nov 03, 2026 | 1:52 PM

ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. ધન્વંતરિને આયુર્વેદના દેવતા અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ જ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. તેથી, ધનતેરસને ધન્વંતરિ ત્રયોદશી અથવા ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે.

ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી તેમાં 13 ગણા ફળની વૃદ્ધિ થાય છે. આ વર્ષે 6 નવેમ્બર 2026ના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે.

ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત 2026

પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત 6 નવેમ્બરે સવારે 10 વાગ્યાને 30 મિનિટે થશે. ત્રયોદશી તિથિનું સમાપન 7 નવેમ્બરે સવારે 10 વાગ્યાને 47 મિનિટે થશે.

પ્રદોષ કાળ મુહૂર્ત સાંજે 5 વાગ્યાને 33 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 9 મિનિટ સુધી રહેશે. બીજું કે, ધનતેરસ પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 2 મિનિટથી સાંજે 7 વાગ્યાને 57 મિનિટ સુધી રહેશે.

ધનતેરસના દિવસે ‘સોનું’ ખરીદવાનું શુભ મુહૂર્ત 2026

6 નવેમ્બર 2026ના રોજ એટલે કે ધનતેરસના દિવસે સોનું ખરીદવા માટે સૌથી ઉત્તમ મુહૂર્ત સવારે 10 વાગ્યાને 30 મિનિટથી 7 નવેમ્બરે સવારે 6 વાગ્યાને 37 મિનિટ સુધી રહેશે.

ધનતેરસ 2026ના દિવસે શુભ ચોઘડિયા મુહૂર્ત

  1. પ્રાતઃ મુહૂર્ત (ચર, લાભ, અમૃત): 10:30 AM થી 10:43 AM
  2. અપરાહ્ન મુહૂર્ત (ચર): 04:11 PM થી 05:33 PM
  3. અપરાહ્ન મુહૂર્ત (શુભ): 12:05 PM થી 01:27 PM
  4. રાત્રિ મુહૂર્ત (લાભ): 08:49 PM થી 10:27 PM
  5. રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 12:05 AM થી 04:59 AM (7 નવેમ્બર)

ધનતેરસ 2026ના દિવસે શહેર અનુસાર મુહૂર્ત

  1. અમદાવાદ: 06:30 PM થી 08:28 PM
  2. પુણે: 06:32 PM થી 08:31 PM
  3. નવી દિલ્હી: 06:02 PM થી 07:57 PM
  4. ચેન્નઈ: 06:14 PM થી 08:10 PM
  5. જયપુર: 06:11 PM થી 08:07 PM
  6. હૈદરાબાદ: 06:15 PM થી 08:13 PM
  7. ગુરુગ્રામ: 06:03 PM થી 07:59 PM
  8. ચંડીગઢ: 06:00 PM થી 07:54 PM
  9. કોલકાતા: 05:28 PM થી 07:26 PM
  10. મુંબઈ: 06:35 PM થી 08:35 PM
  11. બેંગલુરુ: 06:25 PM થી 08:20 PM
  12. નોઈડા: 06:01 PM થી 07:57 PM

ધનતેરસના દિવસે શું ખરીદવું?

  • સોના-ચાંદીના ઘરેણાં
  • પીતળના વાસણ
  • સાવરણી
  • મીઠું
  • સોના-ચાંદીના સિક્કા
  • માં લક્ષ્મી અને ગણેશ જીની મૂર્તિ
  • ઘર
  • જમીન

ધનતેરસના દિવસે શું ન ખરીદવું?

  • ચીનાઈ માટીમાંથી બનેલી વસ્તુઓ
  • સ્ટીલના વાસણ
  • પ્લાસ્ટિકની વસ્તુઓ
  • કાચ અથવા અરીસાની સામગ્રી
  • લોખંડનો સામાન
  • કાળા રંગના કપડાં
  • અણીદાર/તીક્ષ્ણ વસ્તુઓ
  • એલ્યુમિનિયમની વસ્તુઓ
(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati એક પણ બાબતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

ધનતેરસ પર ઘરના કયા ખૂણામાં દીવો પ્રગટાવવો ? વાસ્તુશાસ્ત્રના આ ખાસ નિયમો જાણો, દિવાળી સુધરી જશે

Follow Us
Loading...
Unable to load recommendations.