Jyotish: જ્યોતિષની દૃષ્ટિએ કેવું રહેશે વર્ષ 2022 ? શું કહી રહ્યા છે ભારતના સિતારા ?

|

Jan 01, 2022 | 6:49 AM

જુલાઈ 2022 દરમિયાન દેશમાં રોજગારીની નવી તકો, ધંધાકીય વૃદ્ધિ અને તમામ સારી બાબતો સાથે સકારાત્મક ફેરફારો થશે. સરકાર વર્ષના ઉત્તરાર્ધમાં દરેક ક્ષેત્ર માટેની નીતિઓને લઈને રાજકીય મોરચે નિર્ણયો લઈ શકશે.

Jyotish: જ્યોતિષની દૃષ્ટિએ કેવું રહેશે વર્ષ 2022 ? શું કહી રહ્યા છે ભારતના સિતારા ?
Year 2022 Symbolic Image

Follow us on

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

વર્ષ 2022નો (year 2022) પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે એ જોવાનો સમય છે કે 2022 કેવું રહેશે અને તેના સંબંધમાં ભારતનું ભાગ્ય શું છે ? ગત્ સમયમાં આવેલા વૈશ્વિક રોગચાળાને કારણે ભારત અશાંત તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને હવે તે વિવિધ આકારોમાં ઉભરી રહ્યું છે. વર્ષ 2022માં શુક્ર ગ્રહ દ્વારા શાસન કરવામાં આવશે. જ્યારે કુલ ગણિત 2+0+2+2= 6 મળે છે. તેથી, એવું અનુમાન કરી શકાય છે કે આ વર્ષે મહિલાઓ (mahila) પ્રભુત્વમાં રહેશે. આ વર્ષે વધુ લગ્નો થાય. અલબત્, આ રોગચાળો 2022 ના અંત સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

વર્ષ 2022 માં અપેક્ષિત ફેરફારો
મે 2022 દરમિયાન ગુરુનું મીન રાશિમાં, રાહુ/કેતુનું મેષ અને તુલા રાશિમાં સંક્રમણ છે. એપ્રિલ 2022 થી જુલાઈ 2022 સુધી શનિ કુંભ રાશિમાં જશે. આના કારણે વર્ષનો પ્રથમ ભાગ બહુ સારો નહીં હોય અને દેશમાં ઘણી ખેંચતાણ અને દબાણો જોવા મળી શકે છે. 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, એવી સંભાવના છે કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે અને વિવિધ વાયરસનો ઉદભવ થઈ શકે છે. જુલાઈ 2022 પછી દેશની સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અર્થવ્યવસ્થાની વાત કરીએ તો દેશની રાજકોષીય સ્થિતિ સારી થઈ જશે. વર્ષના ઉત્તરાર્ધમાં નવા તકનીકી વિકાસ શક્ય બની શકે છે. ગુરુ-શનિનો સંયોગ સમાપ્ત થઈ જશે અને કોઈ મોટો ગ્રહ સંયોગ થશે નહીં. ગુરુનું સંક્રમણ એપ્રિલ 2022 દરમિયાન મીન રાશિમાં થશે અને તે 2023 સુધી ત્યાં રહેશે. આ સંક્રમણથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

2022 માં જ્યોતિષીય ઘટના અને ભારત પર અસર
આ વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનામાં શુક્ર અને શનિનો સંયોગ થઈ રહ્યો છે. આ એક શુભ સંયોગ સાબિત થશે જે રોજગારીનું સર્જન કરશે અને અર્થતંત્રને વેગ આપશે. તે નાણાંકીય સ્થિરતા તરફ દોરી જશે. આ વર્ષે માદા બાળકોનું પ્રમાણ વધશે. સંભવતઃ કારકિર્દી આધારિત વિદેશ પ્રવાસમાં વધારો થશે અને તેના પરિણામે સમૃદ્ધિ આવશે. જાન્યુઆરી 2022 દરમિયાન શુક્ર અને શનિના સંયોગને કારણે ચાંદી અને હીરાના ભાવમાં ઉછાળો જોવા મળશે અને કોઈપણ જથ્થો સરળતાથી ઉપલબ્ધ થશે. વર્ષ 2022 દરમિયાન લગ્નની સંખ્યા વધુ હોઈ શકે છે.

2022 માં સકારાત્મક પરિવર્તન
વર્ષ 2021 જે રાજકીય રીતે ઉતાર-ચઢાવથી ભરેલું હતું તેની સરખામણી કરવામાં આવે તો જુલાઇ 2022 પછી કેટલીક સારી રાજકીય ગતિવિધિઓ જોવા મળશે. સરકાર દ્વારા નીતિઓમાં નવા ફેરફારો કરવામાં આવશે. સરકાર વર્ષના ઉત્તરાર્ધમાં દરેક ક્ષેત્ર માટેની નીતિઓને લઈને રાજકીય મોરચે નિર્ણયો લઈ શકશે. સરકાર જુલાઈ મહિના પછી આરોગ્યના પરિબળો અને આકાર લઈ રહેલા વાયરસના સંદર્ભમાં વધુ જનજાગૃતિ પેદા કરી શકે છે અને તે તેના માટે એક અલગ નીતિ બનાવી શકે છે.

વર્ષ 2022 માં ભારત: રાજકારણ, આરોગ્ય, નાણાકીય બાબતો
⦁ વર્ષ 2022ના ઉત્તરાર્ધમાં ભારત આર્થિક રીતે મજબૂત રહેવાની સંભાવના છે કારણ કે મીન રાશિમાં ગુરુ અને મકર રાશિમાં શનિનું મુખ્ય ગ્રહ સંક્રમણ દેશની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે.
⦁ કર્ક, મકર અને કુંભ રાશિના જાતકોએ વર્ષ 2022માં સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે.
⦁ વર્ષ 2022ની સંખ્યાઓનો સરવાળો એટલે કે 6 પર શુક્રનું શાસન છે અને વર્ષની શરૂઆતમાં શુક્ર એ શનિ સાથે રહેશે, તેથી વ્યક્તિગત મોરચે પરિણામો સરળ રહેશે અને વધુ લગ્નો થશે.
⦁ જેમ જેમ રાહુ રાશિચક્ર, મેષ અને કેતુ સાતમા ભાવમાં જાય છે, તેમ વિદેશી રોકાણોની વધુ સંભાવનાઓ રહેશે અને વાયરસની તીવ્રતા ઓછી થઈ શકે છે.
⦁ એપ્રિલ 2022થી ગુરુ પોતાની રાશિમાં એટલે કે મીન રાશિમાં જવાથી દેશની સ્થિતિ અને ભારતની અર્થવ્યવસ્થા સકારાત્મક દિશામાં આગળ વધશે. શનિ પણ જુલાઈ 2022 દરમિયાન કુંભ રાશિમાંથી પાછા મકર રાશિમાં જશે અને તેના કારણે દેશમાં રોજગારીની નવી તકો, ધંધાકીય વૃદ્ધિ અને તમામ સારી બાબતો સાથે સકારાત્મક ફેરફારો થશે.
⦁ વર્ષ 2022ના અંત સુધીમાં દેશની અર્થવ્યવસ્થા અને પ્રગતિ સાચી દિશામાં આગળ વધવાનું શરૂ કરશે.

વૈશ્વિક અસર
⦁ વિશ્વની સાથે સાથે ભારતને પણ સતાવતી મંદી 2022ના બીજા ભાગમાં કાબૂમાં આવી જશે અને વર્ષના અંત સુધીમાં અર્થવ્યવસ્થાને વેગ મળશે. 2022માં ગુરુની પોતાની રાશિ મીન રાશિમાં ફાયદાકારક હાજરીને કારણે વિશ્વને ચિંતા કરતી વૈશ્વિક મંદી નબળી પડી જશે.
⦁ ભારત સહિત વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી મૂંઝવણનો અંત આવશે.
⦁ 2022માં ભારત અને ચીન વચ્ચેનો અણબનાવ ઓછો થઈ જશે અને સરહદો પરની મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. 2021 દરમિયાન અનેક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેના ભાવ જે વધી રહ્યા હતા તે નીચે આવશે અને લોકો રાહતનો શ્વાસ લેશે.
⦁ વૈશ્વિક સ્તરે અસર કરતી મોટી કુદરતી આફતો કદાચ ઓગસ્ટ 2022 પછી જોવા નહીં મળે. વિશ્વભરમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સ્થિતિ વર્ષ 2022ના બીજા ભાગમાં દૂર થઈ જશે.

આ પણ વાંચો : નવા વર્ષે ઘરમાં રાખો આ શુભ વસ્તુઓ, નહીં આવે આખું વર્ષ સુખ-સમૃદ્ધિની કમી

આ પણ વાંચો : આ વર્ષે છે 51 શુભ લગ્ન મુહૂર્તો, જાણો 2022માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના લગ્ન મુહૂર્તો વિશે

 

નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું

Published On - 6:48 am, Sat, 1 January 22

Next Article