મહાશિવરાત્રીનો (mahashivratri) રૂડો અવસર નજીક છે. ત્યારે ભક્તો પણ ભોળાનાથને ભાવથી ભિંજવવા તત્પર બન્યા છે. 1 માર્ચ, મંગળવારના રોજ ધરતી પરની સૌથી ફળદાયી મનાતી રાત્રી એટલે મહાશિવરાત્રી છે. આ દિવસે ભક્તો શિવાલયમાં જઈને આસ્થા સાથે મહેશ્વરની પૂજા કરશે તો ઘણા ભક્તો ઘરે જ શિવલિંગને જળાભિષેક કરી મહાદેવની આરાધના કરશે પણ, શું તમે એ જાણો છો કે ઘરમાં શિવલિંગની પૂજા કરતી વખતે કેટલાંક નિયમોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે!
શિવજી એક એવા દેવ છે કે જેમની શિવલિંગ (shivling) સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. વિવિધ શિવાલયોમાં મહેશ્વરના અલગ-અલગ શિવલિંગ સ્વરૂપો દૃશ્યમાન થતાં હોય છે તો ઘણી જગ્યાએ તો મહાદેવનું અત્યંત વિશાળ શિવલિંગ સ્વરૂપ પણ જોવા મળે છે. અલબત્, જ્યારે આપણે વાત કરતાં હોઈએ ઘરમાં થતી શિવપૂજાની ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તેને ધ્યાનમાં રાખવામાં ન આવે તો ભક્તોને અનેકવિધ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.
ભક્તો ઘરમાં જ શિવલિંગની સ્થાપના કરતા હોય છે અને આસ્થા સાથે પૂજા-અર્ચના દ્વારા તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઘરમાં શિવલિંગની સ્થાપના પૂર્વે તેમજ સ્થાપના બાદ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઘરમાં સ્થાપિત થતું શિવલિંગ અને મંદિરમાં સ્થાપિત થતું શિવલિંગ એ બંન્ને ભિન્ન છે. કહે છે કે ઘરમાં સ્થાપિત શિવલિંગ જો નિયમાનુસાર સ્થાપિત હોય તો જ તેનું ફળ મળે છે. તેનાથી વિપરીત જો શિવલિંગ નિયમ પ્રમાણે ન હોય તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
ઉલ્લેખનીય છે કે ઘરમાં શિવલિંગ પૂજાના આ નિયમો પ્રચલિત માન્યતા પર આધારિત છે પણ, કહે છે કે તેના પાલન દ્વારા ભક્તો તેમના પરિવારને આવનાર સંકટોથી બચાવી શકે છે. તેમજ કલ્યાણકર્તા શિવજીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જીવનની સમગ્ર પીડાનું શમન કરશે આ મહાશિવરાત્રી, જાણો શિવજીના ફળદાયી અભિષેક
આ પણ વાંચો : મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !