Bhakti: શું ભગવાન પાસે કંઇ માંગવું જોઈએ? માંગેલી વસ્તુ ભગવાન આપે ખરાં ?

|

Aug 06, 2021 | 10:05 AM

અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે. નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. આપણે વિચારીએ છીએ કે જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ?

Bhakti: શું ભગવાન પાસે કંઇ માંગવું જોઈએ? માંગેલી વસ્તુ ભગવાન આપે ખરાં ?
અંતર્યામી છે ઈશ્વર !

Follow us on

લેખક : ભાવિન લાલજી મહારાજ, કથાકાર

Bhakti:  ભગવાન (BHAGVAN)પાસે કંઇ માંગવું જોઈએ કે નહીં એ સવાલ સતત થતો રહે છે. આજે આ બાબત તમને એક પ્રસંગ સાથે વર્ણવુ. મને એક સમયની વાત યાદ આવે છે આ બનેલી ઘટના છે અમારા અનુભવની વાત છે. અમે ડાકોરમાં રહીએ છીએ આ વાત લગભગ 6 વર્ષ પહેલાંની હશે. હું મંદિરમાં રણછોડરાય સામે બેઠો હતો. સંધ્યાનો સમય હતો. મંદિરના ત્રણે દરવાજાઓમાંથી માનવપૂર ઊભરાતું હતું. વૈષ્ણવોની ભીડ જામેલી મંદિરમાં થોડી ભીડ હતી પરંતુ રણછોડજીને જોઇ બધા ભક્તો પોતાના દેહની સ્થિતિ ભૂલી જતા. મેં જોયું કે આખાય મંદિરમાં જય રણછોડ જય દ્વારિકાધીશનો નાદ સંભળાવા લાગ્યો.
જેમ જળ બધાનું છે એટલે બધા પીવે.
જેમ સૂર્ય બધાનો છે એટલે બધા તાપ લે
જેમ હવા બધાની છે એટલે બધા શ્વાસ લે
તેમ રણછોડ બધાનો છે એટલે બધાને જય બોલવાની મંદિરમાં છૂટ છે.
નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી બધા જ રણછોડજીને નિહાળી ધન્યતા પ્રાપ્ત કરે અને આનંદ થાય આવું દ્રશ્ય હું દરરોજ જોતો અને એ સમયે હું એકાદ કલાક મંદિરમાં જ ભગવાન સન્મુખ બેસતો અને તેમની સામે જોતો રહેતો મને ઘણા ત્યારે પૂછતા કે મહારાજશ્રી તમે ધારી ધારીને શું જોવો છો ?

ત્યારે હું કહેતો કે જુઓને કેવી મોટી આંખો છે. આજ જોવા જેવું છે . બીજું નઈ. આવો સત્સંગ પણ થતો મંદિરમાં. પરંતુ મિત્રો ઘટના હવે બને છે. મારે તમને જે કહેવું છે તે આ છે કે થોડીવાર થઇ એટલે એક માજી આવ્યા અને ભગવાનના એક પછી એક નામ બોલવા લાગ્યા હે ગોપાલ, હે ગોવિંદ, હે રણછોડ, હે ગોવર્ધનનાથ, હે નંદલાલ, હે બાંકે બિહારી, હે જનાર્દન, હે માધવ વગેરે ભગવાનના અનેક નામ બોલ્યા અને મને થયું કે વાહ બા ને બહુ સરસ નામ આવડે મોટા ભક્ત લાગે છે અને હું ગણતરીની સેકન્ડોમાં ખોટો પડ્યો.

બા એ આખું લીસ્ટ વાંચવાનું ચાલુ કર્યું. હે નાથ એક ગાડી મળે જેથી ડાકોર અવાય, દિકરાને ફેક્ટરી થાય, દિકરાની દિકરીને એક ભાણો આપો, સોનું-ચાંદી ધન ધાન્યથી આખા પરિવારને સુખી કરો. બધા ગાડી બંગલાવાળા થાય અને જો આ બધું જ થઇ જશે તો રૂ.1100નું ચાંદીનું છત્ર તમને ધરાવીશ. આવું સાંભળીને મને દુ:ખ થયું. હું એમ નથી કેતો કે બા એ ખોટું માંગ્યુ પણ બા એ રૂ.1100ની જે વાત કરી મને તકલીફ ત્યાં છે. માંગવાની ના નથી એ આપણો પિતા છે ને આપણે દિકરા દિકરી છીએ પણ સામે શું આપવું તેની સમજણ નથી આપણાંમાં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સો રૂપિયા લઇ તોલો સોનું લેવા જાવ તો સોની આપે ?તો પછી બાએ જે માંગ્યું તેના બદલામાં રૂ.1100નું છત્ર આપવાનું કહ્યું તો ભગવાન આપે ? આ તો રમૂજ થઇ હવે વાસ્તવિક વાત કરીએ. ભગવાન બાએ માંગ્યુ તે ન આપે. કેમ ન આપે એ હું તમને કહું છું . ભગવાનને ખબર છે કે રૂ.1100ની બાધા રાખનાર દૃઢ શ્રદ્ધાવાન નથી. તેની શ્રદ્ધા ખંડિત છે તેની એક બાધા હું પૂરી નહીં કરું એટલે બીજે પહોંચશે અને ભગવાન તો ઇચ્છે જ છે કે તમે તમારી બાધા પૂરી થાય તો બાધા પૂરી કરીને તેને છોડો અને બાધા પૂરી ન થઇ તો ક્રોધથી તેને છોડો.

આ દુનિયામાં ભગવાનનો નિત્ય આશ્રય રાખવામાં કોને રસ છે ?એમ પણ એને ભક્ત ક્યાં ઓછા છે. મિત્રો આજકાલ આપણે આવી જ ભક્તિ કરીએ છીએ. આ તો રૂ.1100 આપી આટલું માગવું આનો મતલબ You have some business deal with the God.નહીં તો તમે આવું ન કરો. બધા રણછોડજીથી માંગે છે પણ કોઇ રણછોડજીને નથી માંગતું અને જેને માત્ર રણછોડજી જ જોઇએ છે તેને બીજું ક્યાં કંઇ જોઇએ છે

મારું એટલું જ કહેવું છે કે જો બાએ ત્યારે એટલું જ કહ્યું હોત કે પ્રભુ તું મારું કામ કર કે ન કર હું રોજ તારી 5 માળા કરીશ. તારું નામ લઇશ તો રણછોડ રાજીના રેડ થયા હોત.
અમારા સાધુ જીવનના અનુભવ છે કે કંઇ માંગ્યા વગર જ બધું મળ્યું છે. તમે એમ કહો છો કે પ્રભુ અંતર્યામી છે તો તેની સામે માંગવાની ક્યાં જરૂર છે. અત્યારના સમયમાં કોઇ વ્યક્તિને ભગવાન માટે સમય આપવો નથી અને ભગવાન આપણી માટે સમય આપે એવું ઇચ્છે છે.

નરસિંહ મહેતાએ તેની માટે સમય આપ્યો. પછી ભગવાને તેના માટે સમય આપ્યો છે. આપણે વિચારીએ છીએ કે બાધાના રૂપિયા કે વસ્તુ ચઢાવતા વાર ન લાગે, માળા કરતાં વાર લાગે. જો માળા કરવા રહીશું તો ભોગ ક્યારે ભોગવશું ? આવા વિચારવાવાળા જ બાધાઓ રાખે છે. પણ ભગવાનની ભક્તિ નથી કરતા. ભગવાનને તમે સમય આપો તે જ તેની ભક્તિ છે.

વૈષ્ણવો તમને એક ટાસ્ક આપવો છે. અમે જે અનુભવ કર્યો છે તેના ઉપરથી તમને કહું છું. એક મહિનો ભગવાન પાસે કાંઇ જ ન માંગો અથવા બીજા માટે માંગો. એવા માટે કે જે તમારા લોહીના સંબંધમાં નથી અને જોવો કે ઠાકોરજી તમને શું આપે છે ? એકવાત યાદ રાખજો કે તમે તમારી ઇચ્છા પ્રમાણે જીવવા માંગશો તો તે તેની ઇચ્છા પ્રમાણે જીવાડશે, ને જો તમે તેની ઇચ્છા પ્રમાણે જીવવા તૈયાર છો તો તે તમને તમારી ઇચ્છા પ્રમાણે જીવાડશે.

આ કળિકાળમાં નામ સંકીર્તન જ શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો આવો ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ બધાને આપનું સ્મરણ આપજો અને કોરોના જેવી વિપત્તિમાંથી ઉગારજો.
नाम संकीर्तन यस्य
सर्व पाप प्रनाशनम् |
प्रणामो दुःख शमनः
तं नमामि हरिं परम् || (ભાગવત 12.13.23 શ્લોક)

ભગવાનના નામોનું સંકિર્તન તમારા પાપોનું નાશ કરનાર છે અને ભગવાનના ચરણોનો આશ્રય પ્રણામ બધા દુ:ખો દૂર કરે છે તે જ શ્રીહરિને હું નમસ્કાર કરું છું.

આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા.

આ પણ વાંચો : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

Next Article