Vastu Tips: સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ? વાસ્તુમાં કહેવામાં આવ્યું છે અશુભ!

વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓ ખરીદી કરવી તેમજ કેટલાક કામ ન કરવાનું કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે, સૂર્યાસ્ત પછી આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરની સુખ શાંતિ પ્રભાવિત થાય છે.

Vastu Tips:  સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ?  વાસ્તુમાં કહેવામાં આવ્યું છે અશુભ!
| Updated on: Nov 16, 2026 | 1:47 PM

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં ઘરની સુખ સમૃદ્ધિ અને ખુશાલી બનાવી રાખવા માટે કેટલાક નિયમો છે. માન્યતા છે કે ઘરમાં રાખેલી વસ્તુઓથી લઈ ખરીદવી અને ઉપયોગ કરવાના સમય સુધીની અસર વ્યક્તિના જીવન અને પરિવારની ખુશાલી પર પડે છે. આ કારણ છે કે, કેટલાક લોકો વાસ્તુ અને જ્યોતિષના નિયમોનું ધ્યાન રાખી પોતાનું દરરોજ કામ કરે છે. ધાર્મિક અને વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછીનો સમય ખુબ ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન કેટલાક કામ કરવા અને કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવ્યું છે કે, સૂર્યાસ્ત પછી કેટલીક ખાસ વસ્તુઓ ખરીદી ઘરે લાવવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે. માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે, સૂર્યાસ્ત પછી કઈ 5 વસ્તુઓની ખરીદી કરવાથી બચવું જોઈએ. આ સમયે ક્યું કામ ન કરવું જોઈએ.

સૂર્યાસ્ત પછી શું ખરીદવું નહી?

  • લોખંડ શનિ દેવની ધાતુ માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી લોખંડ ખરીદી ઘરે લાવવાથી પરેશાનીઓ અને શનિ દોષ વધી શકે છે.
  • સાંજના સમયે કાચ અથવા સરસોનું તેલ ખરીદવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને આર્થિક સમસ્યા આવી શકે છે.
  • સોય, કાતર, ચાકું અથવા તો અન્ય કોઈ લોંખડના ઓજાર સૂર્યાસ્ત પછી ખરીદવા જોઈએ નહી. કારણ કે, આનાથી ગૃહ ક્લેશ અને માનસિક તણાવ વધી શકે છે.
  • સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. રાતના સમયે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેમજ આર્થિક તંગી આવી શકે છે.
  • સૂર્યાસ્ત પછી દુધ, કાળા રંગ અથવા લેધરના શુઝ ઘરે લાવવા વાસ્તુ શાસ્ત્રમાં અશુભ છે.

સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ?

  • સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો કાઢવો અથવા કચરો બહાર ફેકવો અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, માતા લક્ષ્મી નારાજ થઈ ઘરેથી બહાર જાય છે.
  • સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ કરવો અથવા તેના પાંદડા તોડવા વર્જિત છે. આ સમયે તુલસી માતા આરામ કરે છે.
  • સૂર્યાસ્ત પછી દુધ, દહીં,મીઠું, ખાંડ, હળદર અથવા પૈસાની લેવડ-દેવડ કરવી જોઈએ નહી.
  • સંધ્યા અથવા સૂર્યાસ્ત પછી કપડાં ધોવા જોઈએ નહી.

Disclaimer : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ભારતવર્ષ તેનું સમર્થન કરતું નથી.

પૂજામાં નારિયેળને ધાર્મિક રીતે કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે? જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.