વાસ્તુ શાસ્ત્ર રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુને ખુબ મહત્વ આપવામાં આવ્યુ છે, જેવી કે મીઠું, હળદર, ફટકડી સામાન્ય લાગતી આ ઘર વપરાશની વસ્તુને વાસ્તુ શાસ્ત્ર માં વાસ્તુ દોષ નિવારણનું સાધન માનવામાં આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય તો મુશ્કેલીઓ અને બિમારીઓ નોતરે છે. ફટકડી આને માટેનો ખુબ સરળ ઉપાય છે. ફટકડીના ઉપયોગથી નકારાત્મક ઉર્જા સરળતાથી દુર થાય છે. આજે તમને ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે માહિતી આપશું.
ઘરમાં નકારાત્મક ઉર્જા હોય ત્યારે ઘરના લોકોમાં ઝઘડા, બિમારીમાં વધારો થતો જોવા મળે છે. જો ઘરમાં આવુ વાતાવરણ છે તો આ સ્થિતિમાં ઘરના બાથરૂમના એક ખુણામાં એક વાટકીમાં ફટકડી ભરીને રાખી દો થોડા સમય અંતરે તેના બદલતા રહો.
વાસ્તુ દોષ દુર કરવા માટે એક વાટકીમાં 50 ગ્રામ ફટકડી ઘરના કોઇ ખુણામાં રાખો, અને તેના એવી રીતે રાખો કે કોઇને સરળતાથી નજર ન આવે. આ ઉપાય ઘણા વાસ્તુ દોષ દુર કરશે અને ઘરમાં સુખ સમૃધ્ધી લાવશે. જો આવકમાં સ્થિરતા ઇચ્છતા હોય તો ઘરમાં ફટકડીની નાની નાની પોટલી બનાવી ઘરના દરેક ખુણામાં રાખો, જ્યાં કોઇની નજર ન પડે.
જે લોકોને બિઝનેસ કે નોકરીમાં નિષ્ફળતા મળે છે તે લોકો એ ઘરના દરવાજે નાની પોટલીમાં ફટકડી બાંધવાથી ફાયદો થાય છે. એક કાળા કપડામાં ફટકડીના પાંચ ટુંકડા 5 ફુલ રાખી તેની પોટલી બાંધી પોતાના ખીસ્સામાં રાખવાથી થોડા સમયમાં જ દેવા માંથી છુટકારો મળશે.
– ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો.
– પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવો જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પડદા નાખી દો.
– ઘર કે દુકાનના બારી-બારણા ખુલતા સમયે વાજ કરે તો તરત જ આવો અવાજ બંધ કરવો જોઈએ
– મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી
આ પણ વાંચો :Statue Of Equality: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને લીધી ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ની મુલાકાત
આ પણ વાંચો :Corona: વડીલો અને પહેલાથી જ બીમાર લોકો માટે કોરોના ખતરનાક ! એમ નહીં મળે છુટકારો : એક્સપર્ટ