Vastu Tips For Kitchen: રસોડા સાથે જોડાયેલી આ ભૂલો ક્યારેય ન કરશો, નહીં તો માતા લક્ષ્મી થશે નારાજ

|

Sep 07, 2022 | 4:04 PM

Vastu Tips For Kitchen : વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. રસોડા સાથે જોડાયેલી કેટલીક ભૂલોને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ.

Vastu Tips For Kitchen: રસોડા સાથે જોડાયેલી આ ભૂલો ક્યારેય ન કરશો, નહીં તો માતા લક્ષ્મી થશે નારાજ
Vastu Tips For Kitchen

Follow us on

Vastu Tips For Kitchen : ઘરમાં રસોડાનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) ની માન્યતા અનુસાર માતા લક્ષ્મી રસોડામાં વાસ કરે છે. આ સાથે જ માતા અન્નપૂર્ણા પણ રસોડામાં હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મા લક્ષ્મી અને અન્નપૂર્ણાના આશીર્વાદથી જીવનમાં પૈસા અને ભોજનની કમી નથી આવતી. વાસ્તુશાસ્ત્રમાં રસોડા માટે ઘણી વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે. દરેક વ્યક્તિ માટે કિચન વાસ્તુ ટિપ્સ(Kitchen Vastu Tips)ના આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. વાસ્તુશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે રસોડામાં વાસ્તુના નિયમોની અવગણના કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. ચાલો જાણીએ રસોડા સાથે જોડાયેલા વાસ્તુ નિયમો વિશે.

રસોડામાં ખોરાક ન ખાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રસોડામાં ભોજન ખાવાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો આ અંગે જણાવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે ઘરમાં ગરીબીની સ્થિતિ ઉભી થવા લાગે છે.

રસોડામાં પગરખાં અને ચપ્પલ ન પહેરવા

પૂજા ઘર પછી રસોડું સૌથી પવિત્ર સ્થાન છે. એવું માનવામાં આવે છે કે આમાં મા અન્નપૂર્ણા અને મા લક્ષ્મીનો વાસ છે. તેથી જ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે રસોડામાં ચંપલ પહેરવા ન જોઈએ. આમ કરવાથી પણ ઘરની લક્ષ્મી જતી રહે છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

રસોડામાં મંદિર ન બનાવવું

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર રસોડામાં પૂજા મંદિરની સ્થાપના ન કરવી જોઈએ. ઘરમાં પૂજામ-મંદિર બનાવવા માટે જગ્યા સ્વચ્છ અને શાંત હોવી જોઈએ, જેથી ત્યાં બેસીને શાંતિથી પૂજા કરી શકાય. વાસ્તવમાં રસોડામાં ખાવા-પીવાની વસ્તુઓ વેરવિખેર પડી હોય છે. વાસણો પડ્યા હોય જે ક્યારેક સાફ કરવાના બાકી હોય. આવી સ્થિતિમાં પૂજાનું મંદિર અશુદ્ધ થઈ શકે છે.

રસોડાની સામે બાથરૂમ ન બનાવો

ઘણા લોકો પોતાના ઘરમાં રસોડાની સામે જ બાથરૂમ બનાવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરનું રસોડું અને બાથરૂમ ક્યારેય સામસામે ન હોવા જોઈએ. આમ કરવાથી ઘરમાં બીમારીઓ ફેલાવા લાગે છે. સાથે જ માનસિક અશાંતિ પણ ઉભી થાય છે.

વાસણોને એઠાં ન છોડો

જમ્યા પછી ઘણા ઘરોમાં એઠાં વાસણો રસોડામાં જ છોડી દેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમ વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે. તેથી, જ્યારે પણ ઘરના સભ્યોએ ભોજન લીધું હોય, તે પછી તેઓએ રસોડામાં રાખેલા એઠાં વાસણોને ધોવા જ જોઈએ. ખાસ કરીને રાત્રે જમ્યા પછી વાસણો અને રસોડું સાફ કર્યા પછી જ સૂવું. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article