Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ

|

Dec 21, 2021 | 4:40 PM

લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Vastu Tips : ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips

Follow us on

દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે. લોકો સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રના (Vastushastra) ઘણા નિયમોનું પાલન કરી શકાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને સુખ-સમૃદ્ધિ બની રહે છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો તમે આ ઉપાયો કરી શકો છો.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટેના ઉપાય
ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વહેલી સવારે ઘરની સફાઈ કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા (Positive Energy) આવશે અને તમને ધનની પ્રાપ્તિ થશે. ઘરમાં અશોકનું વૃક્ષ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. અશોક વૃક્ષના મૂળનો એક નાનો ટુકડો ઘરના મંદિરમાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર તેને શુભ માનવામાં આવે છે.

સૂર્યોદય થાય ત્યારે તમારા ઘરની છત પર કાળા તલ મૂકો. તેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી ફ્લોર સાફ કરો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. જો પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો પૂજા રૂમમાં મંગળ યંત્ર રાખો. તેનાથી દંપતી વચ્ચે પ્રેમ વધશે અને મતભેદ દૂર થશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1. સૂતી વખતે તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. પૂર્વ દિશા તરફ માથું રાખવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને જ્યારે તમારું માથું દક્ષિણ તરફ હોય તો તેનાથી ઉંમર વધે છે.

2. તમારા ઘરમાં તુલસીનો (Tulsi) છોડ લગાવો. તુલસી હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો. ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસીના છોડને જળ ચઢાવો અને તેની પૂજા કરો. હંમેશા ધ્યાન રાખો કે તે સુકાઈ ન જાય.

3. ઘરમાંથી તૂટેલા ફર્નિચર, વાસણો, કાચ કે અન્ય કોઈપણ વસ્તુને તરત જ ફેંકી દો, કારણ કે તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે.

4. સવારે પૂજા કરતી વખતે હંમેશા શંખનાદ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

5. ગાયના છાણથી બનેલો દીવો પ્રગટાવો. આ પછી તેને ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે રાખો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Tuesday Remedies: કાર્યમાં સફળતા જોઈતી હોય તો મંગળવારે કરો આ કામ, તમામ અવરોધ થઈ જશે દૂર

આ પણ વાંચો : Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

Next Article