Bhakti: જીવનના તમામ કષ્ટને હરી લેશે મારુતિનું મંગળવારનું વ્રત ! જાણો શુભ વ્રતનો મહિમા

|

Mar 15, 2022 | 6:32 AM

પૌરાણિક કથાઓ અનુસાર મંગળવારના દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો. આ કારણે જ આ વાર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. મંગળગ્રહનો સીધો સંબંધ હનુમાનજી સાથે છે. આ જ કારણથી મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

Bhakti:  જીવનના તમામ કષ્ટને હરી લેશે મારુતિનું મંગળવારનું વ્રત ! જાણો શુભ વ્રતનો મહિમા
Lord Hanuman (symbolic image)

Follow us on

હનુમાનજીને (Hanuman) ભગવાન શિવના (Lord Shiva) અવતાર માનવામાં આવે છે. શક્તિ, ભક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે હનુમાનજી. માન્યતા અનુસાર હનુમાનજીએ પ્રભુ રામને એક વચન આપ્યું હતું કે તે પૃથ્વી પર અદૃશ્ય રૂપમાં રહીને શ્રીરામનું સ્મરણ કરતા કરતા મહાપ્રલય સુધી તેમનો નામ જાપ કરશે. એટલે જ એવી માન્યતા છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે હાજર છે. જો હનુમાનજીને સાચ્ચા મનથી યાદ કરવામાં આવે કે પૂજા પાઠ કરવામાં આવે તો તે અવશ્ય પ્રસન્ન થઇ આપની મનોકામનાની પૂર્તિ કરે છે.

અઠવાડિયાના સાત દિવસો કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવેલ છે. જેમાં શનિવાર અને મંગળવારના રોજ સંકટમોચનની ઉપાસનાનો મહિમા છે. કહે છે કે મંગળવારના રોજ બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. મંગળવારના દિવસે ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ કરે જ છે સાથે વ્રત પણ રાખે છે.

મંગળવારે શા માટે હનુમાન ઉપાસનાનો મહિમા ?

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સ્કંદપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર મંગળવારના દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો. આ કારણે જ આ વાર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. મંગળગ્રહનો સીધો સંબંધ હનુમાનજી સાથે છે. આ જ કારણથી મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

ક્યારથી મંગળવારનું વ્રત શરૂ કરવું ?

શાસ્ત્રો અનુસાર કોઇ પણ મહિનાના સુદપક્ષના પહેલા મંગળવારથી આ વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે. જો તમારા મનમાં કોઇ મનોકામના સાથે આ વ્રતની શરૂઆત કરવા ઇચ્છો તો શ્રદ્ધાનુસાર 21 કે 45 મંગળવારના વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. 21 કે 45 મંગળવારનું વ્રત કર્યા બાદ વિધિ વિધાનથી વ્રતની ઉજવણી કરવી જોઇએ

વ્રતના નિયમો

⦁ મંગળવારે વ્રત કરો ત્યારે મન શાંત રાખવું જોઇએ. શાંત મનથી બજરંગબલીનું ધ્યાન ધરવું જોઇએ.

⦁ મંગળવારના દિવસે વ્રત કરનારે એકટાણું કરવું જોઇએ.

⦁ મંગળવારના દિવસે વ્રત રાખનારે મીઠું (નમક)નું સેવન ન કરવું જોઇએ.

⦁ આ દિવસે કોઇ મીઠી વસ્તુનું દાન કરવાથી સમસ્ત કષ્ટોથી મુક્તિ મળવાનની માન્યતા છે.

⦁ મંગળવારના વ્રતમાં પવિત્રતાનું ધ્યાન અવશ્ય રાખવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે

આ પણ વાંચો : મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !

Next Article