Bhakti: જયા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, પ્રાપ્ત થશે શ્રીહરિ અને શનિદેવ બંન્નેના આશીર્વાદ

|

Feb 11, 2022 | 6:20 AM

આ વખતે જયા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ છે. એટલે કે એટલે આ વર્ષની જયા એકાદશીએ શ્રીહરિ વિષ્ણુ અને શનિ દેવ બંન્નેની કૃપાની પ્રાપ્તિનો અવસર છે. ત્યારે કોની પૂજા કરવાથી આપને પ્રાપ્ત થશે વિષ્ણુ અને શનિદેવ બંન્નેના આશીર્વાદ ?

Bhakti: જયા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, પ્રાપ્ત થશે શ્રીહરિ અને શનિદેવ બંન્નેના આશીર્વાદ
lord vishnu

Follow us on

આપણા શાસ્ત્રોમાં એકાદશીનું (Ekadashi) ખાસ મહત્વ છે. આવતી કાલે 12 ફેબ્રુઆરી અને શનિવારે હવે પછીની એકાદશી આવી રહી છે. આ એકાદશી જયા એકાદશી(Jaya Ekadashi) તરીકે ઓળખાય છે. જોકે ખાસ વાત એ છે કે આ વખતે જયા એકાદશી અને શનિવારનો શુભ સંયોગ પણ છે. એટલે કે શ્રીહરિ વિષ્ણુ અને શનિ દેવ બંન્નેની કૃપાની પ્રાપ્તિનો અવસર એટલે આ વર્ષની જયા એકાદશી.

સામાન્યપણે લોકો એકાદશીનું વ્રત રાખતા હોય છે, શ્રીહરિ વિષ્ણુની પૂજા અને આરાધના કરતા હોય છે. તો શનિવારે શનિદેવની પૂજાનું મહત્વ છે. ત્યારે આવતીકાલે તો શનિવાર પણ છે અને જયા એકાદશી પણ. ત્યારે આ એકાદશીએ કોની આરાધના કરવાથી પ્રાપ્ત થશે આપને મનોવાંચ્છિત ફળ ? કોની પૂજા કરવાથી આપને પ્રાપ્ત થશે વિષ્ણુ અને શનિદેવ બંન્નેના આશીર્વાદ ? આવો જાણીએ આ વર્ષની જયા એકાદશી સંબંધી સૌથી ખાસ અને સરળ ઉપાય.

કહેવાય છે કે જયા એકાદશીના દિવસે વહેલા જાગી નિત્યકર્મ પૂર્ણ કરી સૌથી પહેલાં સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ત્યારબાદ ઘરમાં સ્થાપિત લક્ષ્મી-નારાયણની પ્રતિમાની સામે બેસી સૌથી પહેલાં તો વ્રત અને પૂજાનો સંક્લપ કરવો જોઈએ.
ત્યારબાદ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત જળ અને દૂધથી પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ.
એટલે કે લક્ષ્મી – નારાયણનો અભિષેક કરવો.
ત્યારબાદ પ્રભુને પીળા વસ્ત્ર, ફૂલ અને ભોગ અર્પણ કરવો જોઈએ. યાદ રહે પ્રભુના ભોગમાં તુલસી ન ભૂલાય. કહેવાય છે કે તુલસી વગર પ્રભુ ભોગનો સ્વીકાર પણ કરતાં નથી.
એવું કહેવાય છે કે આ વર્ષે શનિવારે આવતી જયા એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજામાં તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. માનવામાં આવે છે કે તલ એ શનિદેવને ખૂબ પ્રિય છે. એટલે કે શનિદેવને પ્રિય વસ્તુ જો શનિવારે, જયા એકાદશીએ શ્રીહરિને અર્પણ કરવામાં આવે તો વ્યક્તિના તમામ અધૂરા કામ પૂર્ણ થતાં હોવાની માન્યતા છે. સાથે જ પનોતીમાંથી પણ રાહત મળતી હોવાની માન્યતા છે. તો શનિવાર હોવાના કારણે શનિદેવનું પૂજન પણ કરવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન

આ પણ વાંચો: Sai Kripa: અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

Next Article