Bhakti: અજમાવો આ સરળ ઉપાય, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન !

|

Feb 18, 2022 | 6:35 AM

દેવી લક્ષ્મીની જે પરિવાર પર કૃપા હોય ત્યાં માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી હોતી ! પરંતુ ત્યાં પરમ સુખની અનુભૂતિ પણ હોય છે. કારણ કે દેવી લક્ષ્મી તો તેમના ભક્તોને અષ્ટ પ્રકારના આશિષની પ્રાપ્તિ કરાવનારા છે.

Bhakti: અજમાવો આ સરળ ઉપાય, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન !
Goddess lakshmi (Symbolic Image)

Follow us on

કહેવાય છે કે જ્યાં માતા લક્ષ્મી (goddess lakshmi)ની કૃપા ઉતરે છે ત્યાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. પરંતુ, માતા લક્ષ્મી માત્ર ધનના જ દાત્રી નથી. તે તો સુખ અને સંતતિના પણ દાતા છે. તે, વિજયશ્રીના અને સિદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરનારા છે. અને આ સુખ આપને પણ પ્રાપ્ત થઈ શકે છે લક્ષ્મીજીની આરાધના કરવાથી.આજે આપને જણાવવાના છીએ કે એવી કઇ વસ્તુઓ છે કે જે અર્પણ કરવા માત્રથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને આપના ઘરમાં ધનસંપત્તિ વધશે.

આજે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની વિવિધ વસ્તુઓ વિશે જાણીશું કે જે તમને કરાવશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ ! કઇ વસ્તુ અર્પણ કરવાથી મા ભક્તોને ઋણમુક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે ? માતા લક્ષ્મીને કઇ વસ્તુ અર્પણ કરવાથી આપના જીવનમાં દાંપત્યનું સુખ અકબંધ રહેશે. તે વિશે આપને આજે જાણકારી આપીશું.

શંખ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  1. સમુદ્રમાંથી પ્રાગટ્ય થયું હોઈ શંખ એ તો લક્ષ્મીજીનો ભાઈ મનાય છે. માન્યતા અનુસાર જ્યાં શંખ હોય, ત્યાં મા લક્ષ્મી જરૂર હોય છે !
  2. કોઇપણ શુભ અવસર પર શંખ વગાડવો શુભ ગણવામા આવે છે
  3. શંખને દિવાળી, હોળી અને મહાશિવરાત્રિએ ઘરમાં લાવવું શુભ ગણાય છે
  4. નવરાત્રિ, રવિપુષ્ય, ગુરુ પુષ્ય નક્ષત્રમાં શંખની સ્થાપના શુભ ગણાય છે
  5. વૈજ્ઞાનિકોના મત મુજબ શંખના અવાજથી વાતાવરણ શુદ્ધ થાય છે
  6. શંખ ઘરમાં વગાડવાથી કીટાણું નાશ પામે છે
  7. પૂજા સ્થાન પર સફેદ રંગનો શંખ રાખો
  8. શંખનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

ગુલાબ

  1. આ ફૂલ અને તેની સુગંધ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે
  2. દરરોજ મા લક્ષ્મીને આ ફૂલ કે તેનું અત્તર ચઢાવવાથી કારોબાર સારો ચાલે છે
  3. ગુલાબની પાંખડીઓથી મા લક્ષ્મીનો અભિષેક કરવાથી દેવું દૂર થાય છે
  4. દર શુક્રવારે મા લક્ષ્મીને ગુલાબની માળા ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે
  5. ગુલાબનું ફૂલ અર્પણ કરી તમે માતા લક્ષ્મી પાસે સંપત્તિ અને વૈભવ માંગી શકો છો

સ્ફટિકની માળા કે સ્ફટિક

  1. સ્ફટિક શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખે છે અને તે વૈભવનું પ્રતિક છે.
  2. મા લક્ષ્મીના મંત્રોનો જાપ આ સ્ફટિકની માળાથી કરવો જોઇએ.
  3. મા લક્ષ્મીને સ્ફટિકની માળા અર્પણ કરવી જોઇએ અને તે માળા પહેરવાથી મા લક્ષ્મીની કૃપા સદૈવ આપની પર રહે છે.

ઘીનો દિવો

  1. મા લક્ષ્મીની પૂજા વખતે ઘી નો દીવો કરવો જોઇએ.
  2. આ દીવો 4 મુખી હોય તો સૌથી ઉત્તમ ફળ આપે છે.
  3. દીવો સફેદ ધાતુ કે માટીનો હોય તેમાં જ પ્રગટાવવો જોઇએ.
  4. સાંજે પૂજાની જગ્યા પર ઘી નો દીવો કરવાથી ધન ખોટા રસ્તે ખર્ચ થતું બંધ થઇ જશે.
  5. શ્રીહરિને પ્રિય છે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીને પ્રિય છે શ્રીહરિ.
  6. માતા લક્ષ્મી અને શ્રીહરિ બંનેની સાથે પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.
  7. કેવી રીતે કરશો માતા લક્ષ્મી અને શ્રીહરિની સાથે પૂજા ?
  8. ઘરના પૂજા સ્થાનમાં બંનેની પ્રતિમા એકસાથે સ્થાપિત કરો.
  9. દરરોજ નિયમથી તેમની ઉપાસના કરો.
  10. આ કાર્ય નિયમિત કરવાથી પરિવારમાં અંદરોઅંદર પ્રેમ વધશે તેમજ ધનલાભ પણ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ

આ પણ વાંચો : શુક્રવારે કરી લો આ એક કામ, સમસ્યાઓ આવતા પહેલાં જ થઈ જશે દૂર !

Published On - 6:34 am, Fri, 18 February 22

Next Article