Gangajal : અજમાવી લો સર્વ પાપનો નાશ કરનાર ગંગાજળનો આ સિદ્ધ ઉપાય, આપને દેવામાંથી મળશે મુક્તિ

|

Jul 29, 2023 | 12:14 PM

હિન્દુ ધર્મમાં ગંગાને (Ganga) માતા કહેવામાં આવે છે. ગંગાજળનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. જો તમે ગંગા નદીમાં ડૂબકી નથી લગાવી શકતા તો તમે સામાન્ય જળમાં પણ ગંગાજળના ટીંપા ઉમેરીને સ્નાન કરીને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

Gangajal : અજમાવી લો સર્વ પાપનો નાશ કરનાર ગંગાજળનો આ સિદ્ધ ઉપાય, આપને દેવામાંથી મળશે મુક્તિ

Follow us on

હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ ગંગાજળમાં ઘણા બધા ચમત્કારિક ગુણ હોય છે. ગંગાજળને ઘરમાં રાખવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. સાથે જ ભગવાન ભોળાનાથને નિત્ય ગંગાજળ અર્પણ કરવાથી તેમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

ગંગાજળ વિશે એવી પણ લોક માન્યતાઓ છે કે આ પાણી ક્યારેય ખરાબ નથી થતું. તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી. કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય ખરાબ વાસ નથી આવતી. ગંગાજળ વિશેની ઘણી વાતો આપણે સાંભળી છે.લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવીને સંરક્ષિત કરે છે છતાં પણ તે પાણી વાસી નથી થતું.

પુણ્યની પ્રાપ્તિ અર્થે

માન્યતાઓ અનુસાર ગંગા નદીમાં આસ્થા સાથે ડૂબકી લગાવવાથી મનુષ્યના દરેક પ્રકારના પાપ ધોવાઇ જાય છે. હિન્દુ ધર્મમાં ગંગાને માતા કહેવામાં આવે છે. કોઇનો જન્મ થાય કે કોઇનું મૃત્યુ થાય ત્યારે ગંગાજળ તે વ્યક્તિ કે વસ્તુને પવિત્ર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ગંગાજળનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. જો તમે ગંગા નદીમાં ડૂબકી નથી લગાવી શકતા તો તમે સામાન્ય જળમાં પણ ગંગાજળના ટીંપા ઉમેરીને સ્નાન કરીને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

દેવામાંથી મુક્તિ અર્થે

જો તમે દેવામાં ડૂબેલા હોવ તો તેમાંથી બહાર નીકળવા માટે ગંગાજળનો આ અસરકારક ઉપાય અજમાવવો જોઇએ. પિત્તળના કળશમાં ગંગાજળ લઇને તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખી દો. ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે આ કળશનું મુખ લાલ રંગના વસ્ત્રથી ઢાંકેલું હોવું જોઇએ. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કરીને તમારું બધુ જ દેવું દૂર થઇ જશે.

નોકરી પ્રાપ્તિ અર્થે

એક પિત્તળના કળશમાં સાધારણ જળ ઉમેરીને તેમાં ગંગાજળના 11 ટીંપા ઉમેરો. હવે તેમાં 5 બિલીપત્ર ઉમેરી તે જળ શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય 40 દિવસ સળંગ કરવાથી આપની નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે.

વિવાહ આડેના અવરોધ અર્થે

સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી તેમાં એક ચપટી હળદર ઉમેરી લો આ ઉપાય સળંગ 21 દિવસ સુધી અજમાવવાથી આપને વિવાહ સંબંધિ સમસ્યામાંથી મુક્તિ મળશે અને જલ્દી જ આપના વિવાહના યોગ સર્જાશે. સાથે જ ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કરવા માટે નિત્ય ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી પણ આપને લાભની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article