Shravan 2022 : ત્રણ શિવલિંગ અને ત્રિદેવના આશીર્વાદ ! જાણો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા

|

Aug 07, 2022 | 6:27 AM

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 26માં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ (Trimbakeshwar Jyotirlinga) દર્શન માત્રથી પાપોનો નાશ કરનારું છે ! લોકમાન્યતા એવી છે કે આ એક જ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારું છે.

Shravan 2022 : ત્રણ શિવલિંગ અને ત્રિદેવના આશીર્વાદ ! જાણો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા
Trimbakeshwar Jyotirlinga

Follow us on

સહ્યાદ્રિશીર્ષે વિમલે વસન્તં ગોદાવરીતીરપવિત્રદેશે ।

યદ્દર્શનાત્પાતકમાશુ નાશં પ્રયાતિ તં ત્ર્યમ્બકમીશમીડે ।।

શિવભક્તોને અત્યંત પ્રિય એવો પવિત્ર શ્રાવણ (Shravan2022) મહિનો ચાલી રહ્યો છે. દેશભરના દરેક નાના મોટા શિવાલયોમાં અત્યારે શિવલિંગની પૂજા કરવા લોકોનો ભારે ધસારો રહેતો હોય છે. પણ, આ શ્રાવણમાં જ્યોતિર્લિંગના દર્શન અને તેની કથાનું શ્રવણ અત્યંત પુણ્યદાયી મનાય છે. સમગ્ર 12 જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના (Trimbakeshwar Jyotirlinga) દર્શન અને પૂજન અર્ચનનું એક આગવું જ મહત્વ છે. કારણ કે, આ એક શિવલિંગના દર્શન કરવાથી ત્રિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે !

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શિવલિંગમાં ત્રિદેવનો વાસ !

મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ત્ર્યંબકેશ્વર નામે એક ગામ આવેલું છે. અહીં આવેલો બ્રહ્મગિરિ પર્વત ગોદાવરી નદીનું પ્રાગટ્ય સ્થાન મનાય છે. અને આ પાવની નદીના આરે જ દેવાધિદેવ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ દસમું સ્થાન ધરાવે છે. વાસ્તવમાં અહીં એક શિવ સ્વરૂપમાં ત્રણ નાના-નાના શિવલિંગ વિદ્યમાન છે. માન્યતા એવી છે કે અહીં મહેશ્વર સાથે બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવલિંગ સ્વરૂપે પ્રસ્થાપિત છે. એટલે કે એક શિવલિંગના દર્શનથી ભક્તોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશિષની પ્રાપ્તિ થાય છે ! અને એટલે જ તો અહીં મહાદેવના આ દિવ્ય રૂપના દર્શનનો સવિશેષ મહિમા છે.

પ્રાગટ્ય ગાથા 

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 24 થી 26માં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન મળે છે. જે અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત પર દેવી અહિલ્યા અને તેમના પતિ ઋષિ ગૌતમનું નિવાસસ્થાન હતું. આ વિસ્તારમાં રહેતાં અન્ય ઋષિઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા અને તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા રહેતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર એક આરોપ લગાવ્યો. આ આરોપ હતો ગૌ હત્યાનો. બધાએ કહ્યું કે જો ઋષિ ગૌતમ ગૌ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતા હોય તો તેમણે દેવી ગંગાને આ ભૂમિ પર લાવવા પડશે. આખરે, પોતાને લાગેલા કલંકને દૂર કરવા ગૌતમ ઋષિએ એક શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજાનો પ્રારંભ કર્યો.

ઋષિ ગૌતમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ-પાર્વતી બ્રહ્મગિરિમાં પ્રગટ થયા. દેવાધિદેવે ગૌતમ ઋષિને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમ ઋષિએ શિવજી પાસે દેવી ગંગાને બ્રહ્મગિરિમાં મોકલવા માટે પ્રાર્થના કરી. અલબત્ દેવી ગંગાએ કહ્યું કે જો આ ભૂમિ પર દેવાધિદેવ વિદ્યમાન થશે તો જ તેઓ અહીં રહેશે. અને તે પછીથી જ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં આ સ્થાન પર બિરાજમાન થયા. જ્યારે દેવી ગંગા ગોદાવરી નદીના સ્વરૂપમાં અહીં પધાર્યા. ગૌદાવરી એ ગૌતમીના નામે પણ પ્રસિદ્ધ છે.

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 26માં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પાપોનો નાશ કરનારું છે. કહેવાય છે કે જે ભક્તિભાવથી આ ત્ર્યંબક જ્યોતિર્લિંગના દર્શન, પૂજન, સ્તવન અને વંદન કરી લે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. અને મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article