જ્યોતિષ શાસ્ત્ર (Astrology))એક એવું શાસ્ત્ર છે કે જેમાં મનુષ્યને પોતાની દરેક મુસીબતોનું સમાધાન મળી શકે છે. તેમાં નાનાથી લઇને કેટલાક મોટા ઉપાયો બતાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કુંડળીમાં રહેલા દોષને પણ નાશ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આવો, આજે કેટલાંક એવાં સરળ ઉપાયો વિશે વાત કરીએ કે જે તમારા કુંડળીના દોષોને દૂર કરવામાં મદદરૂપ બનશે.
ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રના એવા કેટલાક સરળ ઉપાયો
⦁ દરરોજ ગાય, શ્વાન, કાગડા, પક્ષીઓ તેમજ કીડીઓને રોટલી ખવડાવવી જોઇએ. તેનાથી તમારા બગડેલા કાર્ય પૂર્ણ થવા લાગશે. તેના દ્વારા દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થશે.
⦁ ગાયમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે. ઘરની આસપાસ ગાય હોવાનો અર્થ એ છે કે તમે દરેક પ્રકારના સંકટોથી દૂર રહીને સુખપૂર્વક અને સમૃદ્ધિપૂર્ણ જીવન જીવી રહ્યા છો. ગાયને દરરોજ ભોજન કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
⦁ શ્વાન આપને રંકથી રાજા બનાવી શકે છે ! શ્વાનને ખવડાવવાથી તમારા દુશ્મનો તમારાથી દૂર રહેશે. શ્વાનને દરરોજ ભોજન આપવાથી તમારા જીવનમાંથી દુશ્મનોનો ભય દૂર થાય છે સાથે જ વ્યક્તિ નિડર પણ થઇ જાય છે. શ્વાનને ગળી રોટલી ખવડાવવી જોઇએ.
⦁ કાગડાને ભોજન કરાવવાથી દરેક પ્રકારના પિતૃદોષ તેમજ કાલસર્પ દોષ દૂર થઇ જાય છે. કાગડાને ભોજન કરાવવાથી અનિષ્ટ અને દુશ્મનોનો નાશ થાય છે. આના સિવાય શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પણ કાગડાઓને ભોજન કરાવો.
⦁ પક્ષીઓને ચણ નાંખવાથી વ્યાપાર-નોકરીમાં લાભ થાય છે સાથે જ ઘરમાં ખુશીઓની લહેર રહે છે અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે.
⦁ કીડીઓને લોટની સાથે ખાંડ ભેળવીને કીડીયારું પૂરવાથી તમારા ઋણમાંથી એટલે કે દેવામાંથી તમને મુક્તિ મળે છે.
⦁ માછલીઓને ખવડાવવાથી વ્યક્તિની સમૃદ્ધિમાં સતત વૃદ્ધિ થતી જાય છે.
⦁ સમાજમાં માન સન્માન મેળવવા માટે કબૂતરોને રોજ ચણ નાંખવું જોઇએ. આ માટે શુક્રવારે બાજરી ખરીદીને શનિવારથી કબૂતરોને ચણ નાંખવાનું શરૂ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જાણો ભગવદ્ ગીતાના એ ઉપદેશ કે જે તમને જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવી દેશે !
આ પણ વાંચો : મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !