Bhakti: ગુરુવારનું આ સાંઈવ્રત જીવનના સઘળા કષ્ટોથી અપાવી દેશે મુક્તિ, જાણો વ્રતની સરળ વિધિ

|

Dec 16, 2021 | 6:33 AM

ગુરુવારે સાંઈબાબાના દર્શનનો મહિમા હોય છે. પણ, આ દર્શનની સાથે જો આસ્થા સાથે ગુરુવારનું વ્રત કરવામાં આવે, તો બાબા વિશેષ પ્રસન્ન થાય છે અને એમાં પણ જો જરૂરિયાતમંદો માટે કંઈક દાનપુણ્ય કરવામાં આવે તો તો ચોક્કસથી તે મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરવનારા મનાય છે.

Bhakti: ગુરુવારનું આ સાંઈવ્રત જીવનના સઘળા કષ્ટોથી અપાવી દેશે મુક્તિ, જાણો વ્રતની સરળ વિધિ
સાંઇબાબની કૃપા

Follow us on

સાંઈબાબાનું (Saibaba) નામ બોલતા જ તેમનો અત્યંત ભાવવાહી ચહેરો ભક્તોની સામે આવી જતો હોય છે. કહે છે કે જે ભક્તો પર સાંઈની કૃપા વરસે છે, તેમના તો સઘળા દુઃખ દૂર થઈ જાય છે અને સાંઈકૃપાથી સઘળા મનોરથોની પૂર્તિ પણ થઈ જાય છે. ગુરુવારના દિવસે સાંઈ ઉપાસનાનો સવિશેષ મહિમા છે. ત્યારે આવો આજે વાત કરીએ ગુરુવારે કરવાના એક એવા વ્રતની કે જે તમને સાંઈકૃપાની પ્રાપ્તિ કરાવશે.

સાંઈ ભક્તો આસ્થા સાથે સાંઈના દર્શને જતા જ હોય છે. એમાં પણ ગુરુવારના રોજ તેમને મન સાંઈ દર્શનનો સવિશેષ મહિમા હોય છે. પણ, આ દર્શનની સાથે જો આસ્થા સાથે ગુરુવારનું વ્રત કરવામાં આવે, તો બાબા વિશેષ પ્રસન્ન થાય છે અને એમાં પણ જો જરૂરિયાતમંદો માટે કંઈક દાનપુણ્ય કરવામાં આવે તો તો ચોક્કસથી તે મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરવનારા મનાય છે. ત્યારે આવો, આ વ્રતની સંપૂર્ણ વિધિ જાણીએ.

વ્રતની વિધિ
ગુરુવારના દિવસે નિત્યકર્મથી પરવારી ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
ઘરના પૂજા સ્થાન પાસે સાંઇબાબાની તસવીર કે મૂર્તિ મૂકી તેમની પૂજા કરો.
શક્ય હોય તો પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને જ પૂજા પાઠ કરવા.
પૂજા સમયે પીળા આસન પર સ્થાન ગ્રહણ કરવું.
સાંઇબાબાને પીળા રંગના પુષ્પનો હાર કે પુષ્પ અર્પણ કરવું.
પૂજન સમયે સાંઈબાબાને શુદ્ધ ચંદનનું તિલક કરવું. તે ફળદાયી બની રહેશે.
સાંઇવ્રતની કથા કરતા સમયે ઘીનો દિવો અવશ્ય પ્રગટાવવો.
ત્યારબાદ 108 વાર સાંઇબાબાના કોઇપણ એક મંત્રનો જાપ કરવો.
બેસનના લાડુ કે કોઇપણ પીળા રંગની મીઠાઇ કે શુદ્ધ માવાની મીઠાઇનો ભોગ સાંઇબાબાને અર્પણ કરવો અને ત્યારબાદ ઘરના દરેક સભ્યએ આ પ્રસાદ લેવો.
ઉપવાસ દરમિયાન ફળાહાર ગ્રહણ કરી શકાય. પરંતુ, મીઠું એટલે કે નમક ઉમેરેલી કોઇ ફરાળી વસ્તુ ગ્રહણ ન કરવી.
ગુરુવારે ગરીબ, અસહાય તેમજ જરૂરિયાતમંદ લોકોને ભોજન જરૂર કરાવવું. આ કાર્ય કરવાથી બાબાની કૃપા તુરંત જ થશે.

Vastu Tips : ઘરમાં આ જગ્યાએ રાખો અરીસો ! ઝડપથી વધશે ધન-સંપત્તિ
Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી

સાંજની વિશેષ વિધિ
નજીકના કોઈપણ સાંઈ મંદિરમાં સાંજે જઇને બાબાના દર્શન કરવા.
સાંઈનાથની સન્મુખ બેસીને 11 મુખવાળો દિવો પ્રગટાવવો.
“શ્રી સાંઇ ચાલીસા”નો 3 વાર પાઠ કરવો.
માન્યતા અનુસાર જો કોઇપણ વ્યક્તિ સાંઇબાબાનું વ્રત એકવાર શરૂ કરે છે તો તેણે 9 ગુરુવાર સુધી તે વ્રત કરવું જોઇએ.

ફળદાયી સાંઈમાત્ર
ૐ સાંઇ રામ
ૐ સાંઇ ગુરુવાય નમઃ
સબકા માલિક એક હૈ
ૐ સાંઇ દેવાય નમઃ
ૐ શિરડી દેવાય નમઃ
ૐ સમાધિદેવાય નમઃ
ૐ સર્વદેવાય રૂપાય નમઃ
ૐ માલિકાય નમઃ

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : વાસ્તુ અનુસાર, આ વસ્તુઓને ઘરમાં ખોટી રીતે ન રાખો, નુકસાન થઈ શકે છે

આ પણ વાંચો : કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ

Next Article