AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરના બાથરૂમ સાથે જોડાયેલી આ ભૂલ બની શકે છે આર્થિક નુકસાનનું કારણ ! જાણી લો બાથરૂમ સંબંધિત વાસ્તુ નિયમ

માન્યતા અનુસાર જો તમે બાથરૂમ (bathroom) સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો આપને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બાથરૂમનો ઉપયોગ કરતા સમયે કરેલી કેટલીક ભૂલો પણ આપના ધનની હાનિનું કારણ બની શકે છે !

ઘરના બાથરૂમ સાથે જોડાયેલી આ ભૂલ બની શકે છે આર્થિક નુકસાનનું કારણ ! જાણી લો બાથરૂમ સંબંધિત વાસ્તુ નિયમ
TV9 Bhakti
| Edited By: | Updated on: May 15, 2023 | 6:23 AM
Share

ઘરના દરેક ભાગની જેમ જ ઘરના બાથરૂમ માટે પણ વાસ્તુ  માં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમાં બાથરૂમની દિશા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ તેમાં કઇ વસ્તુઓ રાખવી અને કઇ ન રાખવી તેવા નિયમો જણાવવામાં આવ્યા છે.

માન્યતા અનુસાર જો તમે બાથરૂમ સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો આપને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બાથરૂમનો ઉપયોગ કરતા સમયે કરેલી કેટલીક ભૂલો પણ આપના ધનની હાનિનું કારણ બની શકે છે ! તો ચાલો, જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર સંબંધિત તે કયા નિયમો છે કે જેનું પાલન કરવું અત્યંત જરૂરી મનાય છે.

બાથરૂમના વાસ્તુ નિયમ !

⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્નાન બાદ બાથરૂમને ગંદુ ન રાખવું જોઈએ. નહીંતર તે આપને કંગાળ બનાવી દે છે ! બાથરૂમની ગંદકી અને તેની ખોટી જગ્યા રાહુ-કેતુ જેવા ગ્રહોને પ્રભાવિત કરે છે. એટલે ક્યારેય બાથરૂમને ગંદુ ન રાખવું. એ જ રીતે બાથરૂમમાં ભીના કપડા પણ ન રાખવા જોઈએ. નહાયા પછી બાથરૂમને એકદમ સુકવીને સાફ કરી દેવું. તેનાથી આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. જો તમે બાથરૂમને ભીનું કે ગંદુ રાખો છો, તો તમને રાહુ, કેતુ અને શનિગ્રહના પ્રકોપનો સામનો કરવો પડે છે.

⦁ બાથરૂમમાં રહેલ નળનું પાણી સતત ટપકવાથી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ રીતે પાણીનો બગાડ થવાથી પરિવારના ધન અને સન્માનને પણ હાનિ પહોંચે છે. વાસ્તવમાં તો ઘરમાં રહેલ કોઇપણ નળમાંથી પાણી ટપકવું ન જોઇએ. નહીંતર આપે તેનું બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે.

⦁ બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન રાખવી જોઈએ. સ્નાન બાદ તેમાં જરૂરથી પાણી ભરી રાખવું જોઈએ. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાયેલ રહે છે.

⦁ વાળ ધોયા પછી કેટલાક વાળ તૂટીને બાથરૂમમાં પડે છે. જેને સ્નાન બાદ તરત જ સાફ કરી દેવા જોઇએ.

⦁ સ્નાન પૂર્વે જ ગંદા અને પહેરેલા કપડા ધોઇ લેવા જોઇએ. સ્નાન બાદ ગંદા અને પહેરેલા કપડા ધોવાથી આપની આર્થિક સ્થિતિને અસર પહોંચી શકે છે. તેનાથી તમારો સૂર્ય નબળો થાય છે. સૂર્ય નબળો થવાને કારણે વ્યક્તિને ધનની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ પરિવારમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">