ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ

|

Feb 02, 2022 | 6:40 AM

આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.

ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ
Lord Ganesh (symbolic image)

Follow us on

ગણેશજી (lord ganesh) અમંગળ હરનાર અને વિધ્નહર્તા છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.ગણેશજીના સંદર્ભમાં કહેવામાં આવે છે કે ગણેશજીને રિઝવવા ખૂબ જ સરળ છે. શાસ્ત્રોમાં તેના માટેના કેટલાક સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેના દ્વારા ગણેશજી તરત જ પ્રસન્ન થઇ જાય છે.

આજે આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.

દરરોજ 5 દૂર્વા અર્પણ કરો

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે તેમને દરરોજ સવારે સ્નાનાદિ કાર્ય કરીને 5 દૂર્વા કે લીલું ઘાસ અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઇએ તેમના ચરણોમાં નહીં. દૂર્વા અર્પણ કરતી વખતે બોલવામાં આવતો મંત્ર

ઇદં દૂર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ

શનિદેવ અને ગણેશજી બંનેની કૃપા પ્રાપ્ત કરાવતી પૂજા

શાસ્ત્રો અનુસાર શમીની ઝાડ એક એવું છે જેની પૂજા કરવાથી શનિદેવ અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી આ શમીના ઝાડનું પૂજન કર્યું હતું.  શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પત્તા નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્ય અને દરેક પ્રકારની સુખમાં વૃદ્ધિ થાય છે.

ચોખાના પવિત્ર દાણા

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરવામાં આવે છે. પવિત્ર ચોખા એને કહેવાય છે કે જેમાં એકપણ દાણો તુટેલો ના હોય. રાંધેલા ચોખાનો ઉપયોગ પૂજામાં કરવામાં નથી આવતો. સૂકા ચોખા ગણેશજીને અર્પણ કરવામાં નથી આવતા. ચોખાને ભીના કરીને પછી આપેલ મંત્ર બોલતા બોલતા 3 વાર ગણેશજીને ચોખા અર્પણ કરવા જોઇએ

ઇદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમઃ

ગણેશજીને પ્રિય છે લાલ સિંદૂર

ગણેશજીને સિંદૂરની લાલી ખૂબ પ્રિય છે. ગણેશજીની પ્રસન્નતા માટે લાલ સિંદૂરનું તિલક લગાવવો. ગણેશજીને તિલક લગાવ્યા બાદ આપના મસ્તર પર સિંદૂરથી તિલક લગાવો. તેનાથી પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આર્થિક ક્ષેત્રમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને સંકટથી ગણેશજી રક્ષા કરે છે. ગણેશજીને સિંદૂર ચઢાવતી વખતે આ મંત્ર બોલવો.

સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ્ ।
શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્ ।।

“ૐ ગં ગણપતયે નમઃ”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

Next Article