Astro Tips: તમારા ઘરમાં પણ આવું વારંવાર થાય છે, તો સમજી લો કે પિતૃઓ નારાજ છે, કરો આ ઉપાય

|

Aug 14, 2022 | 3:47 PM

Astro Remedies : કેટલીકવાર કોઈ કારણોસર પિતૃ દોષ થાય છે અને મૃત પૂર્વજો ક્રોધિત રહે છે. જો તમારા ઘરમાં વારંવાર આવું થાય છે તો સમજી લેવું કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે.

Astro Tips: તમારા ઘરમાં પણ આવું વારંવાર થાય છે, તો સમજી લો કે પિતૃઓ નારાજ છે, કરો આ ઉપાય
pitra dosh

Follow us on

Astro Remedies : પિતૃઓની આત્માને શાંતિ મળે, તેથી હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓ (Rituals)નું મહત્વ છે. પિતૃઓ માટે ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેથી તેમની આત્મા શાંતિથી આરામ કરી શકે. પરંતુ, કેટલીકવાર કેટલાક કોઈ કારણોસર પિતૃ દોષ (pitra dosh)થાય છે અને મૃત પૂર્વજો ક્રોધિત રહે છે. જો તમારા ઘરમાં વારંવાર આવું થાય છે તો સમજી લેવું કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે.

પીપળાની વૃદ્ધિ સારી નથી

પીપળાને હિન્દુ ધર્મમાં શુભ ગણવામાં આવ્યો છો, પીપળે પાણી રેડવાથી પિતૃઓ ખુશ થાય છે. પરંતુ જ્યારે આ પીપળો ઘરમાં ઉગી નિકળે ત્યારે તે અશુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે પીપળો જો ઘરમાં ઉગે તો પિતૃઓ ઘરથી નારાજ છે તેમ માનવામાં આવે છે, એવી કોઇ સ્થિતી બને કે પીપળો ઘરમાં ઉગેલો દેખાય તો તુરંત તેનો નાશ કરવો યોગ્ય ગણાય.

અમાસના દિવસે ગરીબોને મીઠી વસ્તુઓ ખવડાવો

એવા સંકેત મળે કે પિતૃઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો તરત તેના ઉપાયો કરવા જોઇએ, ઉપાયોથી તેમની નારાજગી તો દુર થશે, પરંતુ તેમની અમી દ્રષ્ટી પણ વરસસે, પિતૃ દોષ શાંત કરવા અને કૃપા મેળવવા તમારા પૂર્વજોના નામ પર ગરીબોને કેટલીક મીઠી વસ્તુઓનું દાન કરો. જો તમારામાં ક્ષમતા હોય તો ગરીબોને તેમના નામે સફેદ વસ્ત્ર દાન કરો. પિતૃઓનો ગુસ્સો ઓછો થશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

અનિયમિત જીવનશૈલીના કારણે ચંદ્ર બગડે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનિયમિત જીવનશૈલીના કારણે ચંદ્રદોષ ઉત્પન્ન થાય છે. એવા લોકો કે જેનો સૂવાનો, જાગવાનો, નાહવાનો અને ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી. આવા લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ ઉત્પન્ન થાય છે. જમણા હાથમાં ચાંદીનું કડું પહેરો. સફેદ કપડાં વધુ પહેરવાનો પ્રયાસ કરો. દર સોમવારે શિવલિંગ પર સાદું જળ ચઢાવો. ઉપરાંત, તમે યોગ્ય સમયે સૂઈ જાઓ અને યોગ્ય સમયે જાગી જાઓ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article