ખૂબ જ ઝડપથી મનોકામના પૂર્ણ કરશે શ્રીકૃષ્ણના આ ફળદાયી મંત્ર !

|

Mar 04, 2022 | 6:29 AM

શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણના વિવિધ મંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રોના જાપથી વ્યક્તિને ધન, સંપત્તિ, સુખ, સૌભાગ્ય અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે ! જીવનમાં શુભત્વનો પ્રભાવ વધારવા માટે તેમજ સુખની પ્રાપ્તિ કરવા માટે આ મંત્ર અત્યંત પ્રભાવી મનાય છે.

ખૂબ જ ઝડપથી મનોકામના પૂર્ણ કરશે શ્રીકૃષ્ણના આ ફળદાયી મંત્ર !
SHREE KRISHNA

Follow us on

શ્રીકૃષ્ણ (shree krishna) એટલે તો જીવનની દરેક સમસ્યાઓને દૂર કરનારા દેવ. કહે છે કે શ્રીકૃષ્ણના નામ સ્મરણ માત્રથી જ દરેક સમસ્યામાં માર્ગ મળી જતો હોય છે. એમાં પણ જો, ફળદાયી કૃષ્ણ મંત્રનો જે પણ સાધક જાપ કરે છે તેને દરેક વસ્તુની પ્રાપ્તિ થઇ જાય છે. આજે આવાં જ ફળદાયી કૃષ્ણ મંત્રો આપને જણાવવા છે. શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણના વિવિધ મંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રોના જાપથી વ્યક્તિને ધન, સંપત્તિ, સુખ, સૌભાગ્ય અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે ! જીવનમાં શુભત્વનો પ્રભાવ વધારવા માટે તેમજ સુખની પ્રાપ્તિ કરવા માટે આ મંત્ર અત્યંત પ્રભાવી માનવામાં આવે છે.

1. શ્રીકૃષ્ણનો મૂળમંત્ર

“ૐ કૃષ્ણાય નમઃ “

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ કૃષ્ણનો મૂળમંત્ર છે. જે પણ વ્યક્તિ પોતાનું સુખ ઇચ્છતા હોય તેમણે નિત્ય બ્રહ્મ મૂહુર્તમાં સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને 108 વાર આ મૂળમંત્રનો જાપ કરવો જોઇએ. આ કાર્ય કરવાથી મનુષ્ય દરેક સમસ્યાઓ અને કષ્ટોથી મુક્ત થાય છે. આ મંત્રથી અટકેલ ધન પણ પુનઃ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે.

2. વાણીનું વરદાન આપશે કૃષ્ણ મંત્ર

“એં ક્લીં કૃષ્ણાય હ્રીં ગોવિંદાય શ્રીં ગોપીજનવલ્લભાય સ્વાહા હ્રસો”

આ બાવીસ અક્ષરવાળો કૃષ્ણ મંત્ર છે. જેના જાપથી સાધકને વાણીના વરદાનની પ્રાપ્તિ થાય છે.

3. દરેક  વિઘ્નો દૂર કરનાર કૃષ્ણ મંત્ર

“ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીકૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રીં શ્રીં શ્રીં “

આ 23 અક્ષરોવાળો કૃષ્ણ મંત્ર છે. જે સાધક આ મંત્રનો જાપ કરે છે તેને ધન પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિમાં આવતી દરેક બાધાઓ દૂર થાય છે. માન્યાતા એવી છે કે પૈસા જાણે સામે ચાલીને આવવા લાગે છે.

4. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ હેતુ

“ૐ નમો ભગવતે નંદપુત્રાય આનંદવપુષે ગોપીજનવલ્લભાય સ્વાહા”

આ કૃષ્ણ મંત્રનો જાપ જે પણ જાતક કરે છે તેની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ થાય છે.

5. વિદ્યા પ્રાપ્તિ અર્થે

“ૐ કૃષ્ણ કૃષ્ણ મહાકૃષ્ણ સર્વજ્ઞ ત્વં પ્રસીદ મે રમારમણ વિદ્યેશ વિદ્યામાશુ પ્રયચ્છ મે “

આ કૃષ્ણમંત્રનો જાપ જે પણ સાધક કરે છે તેને સમસ્ત પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર ગોપનીય માનવામાં આવે છે. આ મંત્ર જાપ એવી રીતે કરવો કે કોઇને જાણ ન થાય. આ મંત્રની સાધના ગુપ્ત રીતે કરવામાં આવે તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.

6. દરેક ઇચ્છા પૂર્ણ કરનાર કૃષ્ણ મંત્ર

” ગોકુલ નાથાય નમઃ “

આ કૃષ્ણ મંત્રનો જાપ જે પણ સાધક કરે છે તેની દરેક ઇચ્છા અને અભિલાષાની પૂર્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સુખી જીવન માટે સંજીવનીબુટ્ટી છે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર

આ પણ વાંચો : દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા

Next Article