BHAKTI: વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

|

Aug 02, 2021 | 3:34 PM

સામાન્ય રીતે ‘પાતાળેશ્વર'નો અર્થ થતો હોય છે પાતાળમાં, જમીનથી નીચે બિરાજતા ઈશ્વર. પરંતુ, અહીં ‘પાતાળેશ્વર'નો અર્થ થાય છે ખૂબ જ દૂર બિરાજતા ઈશ્વર ! શિવ ઉત્સવોને બાદ કરતાં આ શિવલિંગની સમીપે પહોંચવું જ મુશ્કેલ બની જાય છે.

BHAKTI: વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા
પ્રકૃતિના સાનિધ્યે બિરાજમાન થયા પાતાળેશ્વર

Follow us on

સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલયો (SHIVALAYA) આવેલાં છે. જેમાં શ્રદ્ધાળુઓને દેવાધિદેવ મહાદેવના અદભુત સ્વરૂપોના દર્શન થતાં જ રહે છે. તો વળી ક્યાંક મહેશ્વરના દુર્લભ અને અલભ્ય શિવલિંગ પણ ભક્તોને દર્શન દે છે. પરંતુ, અમારે આજે વાત કરવી છે એક એવાં શિવજીની કે જે વર્ષમાં માત્ર દોઢ માસ માટે જ ભક્તોને દર્શન દે છે ! એવું નથી કે આ શિવલિંગ પાણીમાં કે ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. પરંતુ, શિવ ઉત્સવોને બાદ કરતાં આ શિવલિંગની સમીપે પહોંચવું જ મુશ્કેલ બની જાય છે. આ મહાદેવ એટલે પાતાળેશ્વર મહાદેવ.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં બાબરીયા ગામ આવેલું છે. ઉનાથી લગભગ 20 કિ.મી.ના અંતરે આ ગામ સ્થિત છે. અને આ ગામની સમીપે જ આવેલું છે પાતાળેશ્વર મહાદેવનું મંદિર. સામાન્ય રીતે ‘પાતાળેશ્વર’નો અર્થ થતો હોય છે પાતાળમાં, જમીનથી નીચે બિરાજતા ઈશ્વર. પરંતુ, અહીં ‘પાતાળેશ્વર’નો અર્થ થાય છે ખૂબ જ દૂર બિરાજતા ઈશ્વર ! અને તેમના નામની જેમ જ સ્થાનિક વસ્તીથી દૂર ગીચ જંગલ વચ્ચે બિરાજ્યા છે દેવાધિદેવ મહાદેવ.

ભક્તો ગાઢ વનના અખૂટ સૌંદર્યને માણતા પાતાળેશ્વર મહાદેવની સમીપે પહોંચતા હોય છે. પ્રકૃતિના સાનિધ્યને લીધે અહીં પહોંચતા જ યાત્રાનો થાક સંપૂર્ણપણે ઉતરી જાય છે. તો, પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અને સ્વહસ્તે તેમની પૂજા કરીને ભક્તો પરમશાંતિનો અહેસાસ કરે છે. પાતાળેશ્વર મહાદેવનું આ રૂપ એ તો સ્વયં પાંડવો દ્વારા સ્થાપિત અને પૂજીત હોવાની લોકવાયકા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સ્થાનકને લઈને સૌથી રોચક વાત એ છે કે અહીં મહેશ્વર માત્ર દોઢ માસ માટે દર્શન દે છે. સ્થાનક ગાઢ જંગલ મધ્યે સ્થિત છે. ત્યારે વન્યજીવોને પણ તકલીફ ન પડે તે માટે અહીં અન્ય દિવસોમાં લોકોને આવવાની પરવાનગી નથી અપાતી. માત્ર શ્રાવણ માસમાં જ આ સ્થાનક દર્શન માટે ખુલ્લુ રહે છે. તો શિવરાત્રીના સાત દિવસ પૂર્વે અને સાત દિવસ બાદ સુધી અહીં ભક્તોને દર્શને આવવાની પરવાનગી મળે છે. સ્થાનકની આ મહત્તા અને પ્રકૃતિના સાનિધ્યને લીધે આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં ખેંચાઈ આવે છે.

શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન જ પાતાળેશ્વરના દર્શન થતાં હોઈ તે સમયે અહીં શ્રદ્ધાળુઓની સવિશેષ ભીડ જોવા મળે છે. કહે છે કે સર્વની મનશાઓની પૂર્તિ કરે છે પાતાળેશ્વર. અને એટલે જ તો દોઢ માસ દરમિયાન મંદિર ખુલ્લુ હોય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાતાળેશ્વરના સાનિધ્યે ઉમટી પડે છે.

આ પણ વાંચો: BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

આ પણ વાંચો: Bhakti : આ ગણેશ પ્રતિમા તો સ્વયં જ વધારે છે તેનું કદ ! જાણો વરસિદ્ધિ વિનાયકનો મહિમા

Next Article