પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?

|

Nov 12, 2021 | 10:19 AM

પ્રાર્થના વ્યક્તિની પરમ તત્વ પર નિર્ભરતા દર્શાવે છે અને આ સમસ્ત જગતના જીવ એ પરમતત્વ જ નિર્ભર છે. પરમેશ્વરને ક્યારેય લૌકિક સુખ માટે પ્રાર્થના ન કરવી જોઈએ.

પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?
પ્રાર્થના એટલે પરમાત્મા સુધી પહોંચાડતો પથ !

Follow us on

પ્રાર્થના(Prayer) એટલે પરમાત્મા સુધી પહોંચાડતો પથ ! જીવને શિવની સમીપ લઈ જાય છે પ્રાર્થના ! પ્રાર્થનામાં એ શક્તિ છે કે જે આદ્યશક્તિ સાથે સંબંધ જોડી શકે છે.કારણકે પ્રાર્થના એ પરમ પ્રકાશનું પરમ તેજનું કેન્દ્ર બિંદુ છે. પ્રાર્થનામાં વ્યક્તિને શુદ્ધ કરવાની શક્તિ છે. ધર્મ ચાહે કોઈ પણ હોય પ્રાર્થના તો દરેક ધર્મમાં હોય જ. પ્રાર્થના વ્યક્તિની પરમ તત્વ પર નિર્ભરતા દર્શાવે છે અને આ સમસ્ત જગતના જીવ એ પરમતત્વ પર જ નિર્ભર છે.

આવો જાણીએ કે પ્રાર્થનાના નિયમો શું છે ?
પ્રાર્થના માટે કોઈ ચોક્કસ નિયમ હોવો જરૂરી છે. કેટલાક લોકો કહેતાં હોય છે કે પ્રાર્થના તો કોઈ પણ સમયે કરી શકાય. પણ જો નિયમિતતા હોય તો તે વિશેષ ફળકારી મનાય છે. પરમેશ્વરને ક્યારેય લૌકિક સુખ માટે પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રાર્થના અર્થાત પરમ તત્વનું ચિંતન કરવું, તેની સ્તુતિ કરવી, તેમના નામનું સ્મરણ કરવું.

કેવી રીતે કરવી જોઈએ પ્રાર્થના ?
પ્રાર્થના તો એક ભાવ છે. આ ભાવને આપ કોઈ પણ ભાષામાં પ્રગટ કરી શકો. એટલે કે જો તમે સંસ્કૃતમાં કરી શકો તો ઉત્તમ પણ જો સંસ્કૃત ન ફાવે તો માતૃભાષામાં તો કરવી જ જોઈએ.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

પ્રાર્થનાથી ફળ પ્રાપ્તિ
કહેવાય છે કે પ્રાર્થના કરવાથી વ્યક્તિનો અહંકાર દૂર થાય છે. પ્રાર્થના કરવાથી વ્યક્તિના મનમાં ચાલતાં ખરાબ વિચારો દૂર થાય છે. તો પ્રાર્થના વ્યક્તિને જીવનમાં સામર્થ્ય અને શક્તિ આપે છે. નિયમિત પ્રાર્થના કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક અભિગમ સ્થિર થાય છે. શુદ્ધ ભાવથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી. પ્રાર્થના વ્યક્તિને દુર્ગુણોથી મુક્ત કરે છે અને સદગુણોનો સંચાર કરે છે. પ્રાર્થનાથી ચિત શાંત થાય છે અને મનની એકાગ્રતા વધે છે.

કહે છે કે પ્રાર્થના તો ત્યારે જ થાય જ્યારે પરમાત્મા પાસે પોતાનું હ્રદય ખુલે અને વ્યક્તિ પોતાને શૂન્ય અનુભવે. પ્રાર્થના એ પ્રભુ પ્રત્યે પોતાનો અહોભાવ પ્રગટ કરવાનો અવસર છે. પરમાત્માનો આભાર માનવાનો અવસર છે. પ્રાર્થના એટલે તો આંતરિક સાધના !

 

આ પણ વાંચો: ચાણક્ય નીતિમાં મહત્વનો ઉલ્લેખ, પોતાના શત્રુથી ક્યારેય ના કરવી જોઈ નફરત, જાણો શું કહે છે આચાર્ય ?

આ પણ વાંચો: દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?

Next Article