Swapna Shastra: સ્વપ્નમાં વિમાન જોવું શુભ છે કે અશુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

|

Jun 22, 2022 | 4:07 PM

Swapna Shastra :સ્વપ્નમાં વિમાનના દેખાવ વિશે સ્વપ્ન શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે. અહીં જાણો કઈ સ્થિતિમાં વિમાનનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે અને ક્યારે અશુભ માનવામાં આવે છે.

Swapna Shastra: સ્વપ્નમાં વિમાન જોવું શુભ છે કે અશુભ, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર
Swapna Shastra

Follow us on

સપના (Swapna Shastra)વિશે એવું કહેવાય છે કે જે વાતો આપણા મનમાં ચાલી રહી હોય છે, તે ઘણી વખત સપનાના રૂપમાં બહાર આવે છે, પરંતુ ક્યારેક સપનામાં આપણે એવી વસ્તુ જોતા હોઈએ છીએ જેનો આપણા વિચારો સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી હોતો. ઘણા લોકો આવા સપનાને અર્થહીન કહી ટાળે છે. પરંતુ સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આવા સપનાનો અર્થ પણ હોય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે જો તમે તમારા સપનામાં વિમાન જુઓ તો તેનો અર્થ શું થાય છે. એરોપ્લેન (Airplanes)જોવું સારું કે ખરાબ, જાણો તેના વિશે અહીં.

વિમાન દ્વારા મુસાફરી

જો તમે તમારા સપનામાં તમારી જાતને વિમાનમાં મુસાફરી કરતા જોઈ રહ્યા છો, તો સમજી લો કે તમારા કેટલાક સપના જલ્દી પૂરા થઈ શકે છે. આ તમારા કાર્યની મોટી સફળતા સૂચવે છે. તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે.

રનવે પર વિમાન

તમારા સપનામાં જો તમે રનવે પર વિમાન જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે જે કામમાં લાંબા સમયથી વ્યસ્ત છો, તે જલ્દી પૂર્ણ થઈ શકે છે. આનો અર્થ એ પણ છે કે ટૂંક સમયમાં તમને આવી તક મળી શકે છે, જેથી તમે નવી ઊંચાઈઓને સ્પર્શી શકો.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

વિમાનને એરપોર્ટ પરથી ટેકઓફ થતું જોવું

એરપોર્ટ પરથી વિમાન ટેકઓફ થતું જોવું એ પણ એક સારો સંકેત છે. આ તમારા કાર્યના વિસ્તરણને સૂચવે છે. આ ભવિષ્યની સફળતા સૂચવે છે. તેથી આ સ્વપ્નમાં તમારે ખુશ રહેવું જોઈએ.

ઘણા બધા એરોપ્લેન જુઓ

જો તમે તમારા સપનામાં ઘણા બધા વિમાનો જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે જલ્દી જ આર્થિક રીતે મજબૂત બનવાના છો. આ સ્વપ્ન સૂચવે છે કે તમે જલ્દી ધનવાન થશો.

પ્લેન ક્રેશ

જો તમે તમારા સપનામાં વિમાન ક્રેશ થતું જુઓ છો તો તેને અશુભ સ્વપ્ન માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે જે કામ પૂર્ણ મહેનત સાથે કરી રહ્યા છો તેમાં અવરોધ આવી શકે છે. આ ઉપરાંત, તે તમારું સ્વાસ્થ્ય બગડવાનો સંકેત પણ છે.

મોટા કદનું વિમાન જુઓ

જો તમે તમારા સપનામાં ખૂબ જ મોટા કદનું વિમાન જુઓ છો, તો સમજી લો કે તમારી કેટલીક ઈચ્છાઓ જલ્દી પૂરી થઈ શકે છે, જેની તમે અપેક્ષા પણ ન રાખી શકો. આ અપાર સફળતાની નિશાની છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 8:03 pm, Fri, 17 June 22

Next Article