શ્રાવણ (SHRAVAN) એટલે તો એ પવિત્ર માસ કે જેની શિવભક્તો આતુરતાથી રાહ જોતાં હોય શ્રાવણ. એટલે તો એ માસ કે જેમાં સૌ કોઈ શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય કરે, મહાદેવની આરાધના કરે. પણ આ તો મહામારીનો સમય છે, શિવલાયો માં જઈને શિવભક્તિ કરવી હોય તો પણ સાવચેતી રાખવી પડે. પણ જો કઈં એવું હોય કે જે ઘરે બેઠા કરી શકાય અને શિવકૃપા પણ પ્રાપ્ત થાય તો ?
માત્ર વૃક્ષ વાવવાથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા. આજે આપને એ જણાવીશું કે કયું ઝાડ વાવવાથી પૂરી થશે આપના મનોકામના ? આવો સૌથી પહેલાં તો એ જાણીએ કે કયું વૃક્ષ અપાવશે શિવ કૃપા.
બિલ્વવૃક્ષ
સૌથી પહેલાં આજે શિવજીને અત્યંત પસંદ એવાં બિલીપત્રના વૃક્ષની વાત કરીએ. શિવ પુરાણમાં પણ બિલીના વૃક્ષને વાવવાનો મહિમા જણાવાયો છે. એવું કહેવાય છે કે બિલીના વૃક્ષમાં સ્વયં શિવનો વાસ છે. ત્યારે બિલીપત્રનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે બિલ્વવૃક્ષવે કાપવાથી કાપવાથી વંશવેલો નાશ થાય છે. તો શ્રાવણ મહિનામાં બીલીના વૃક્ષનું જતન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
જો કોઈ નિસંતાન દંપતી છે તો તેઓ એ શ્રાવણના સોમવારે બિલ્વના છોડને વાવવું જોઈએ. તેનું નિયમિત જતન કરવું, સવાર સાંજ ઘીનો દીવો કરવો અને તેની સામે બેસી શિવ નામનો જાપ કરવો. આવું કરવાથી માત્ર એક વર્ષમાં જ મનોકામના પૂરી થતી હોવાની માન્યતા છે.
એવું કહેવાય છે કે બીલીના ઝાડની નીચે શિવલિંગની સ્થાપના કરવી અને 40 દિવસ સુધી જળાભિષેક કરવામાં આવે તો પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
બીલીના ઝાડની સાથે સફેદ આંકડો લગાવવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોવાના પણ માન્યતા છે. જો કઈં જ ન થઈ શકે તો શિવલિંગને બિલીપત્ર અર્પણ કરો. માત્ર બિલીપત્ર અર્પણ કરવાથી પણ અનંત ગણું ફળ મળે છે અને બિલ્વ વૃક્ષ માટે તો એવું કહેવાય છે કે જો અજાણતાં પણ બિલીના વૃક્ષની માત્ર છાયાં મળી જાય તો પણ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શમીનું વૃક્ષ
એવું કહેવાય છે કે શમીમાં પણ શિવનો વાસ હોય છે. જો શ્રાવણના અંતિમ સપ્તાહમાં ઘરની પશ્ચિમ દિશામાં શમીનું વૃક્ષ વાવવામાં આવે તો ઘરમાં શાંતિ બની રહેતી હોવાની માન્યતા છે. શમીના પાંદડા ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે તો પણ ઘરનો કલેશ દુર થાય છે.
કોઈ પણ અગત્યના કામ પહેલાં શમીના વૃક્ષના જો દર્શ થઈ જાય તો પણ કામ સફળતા પૂર્વક પાર પડતું હોવાની માન્ય તા છે અને શનિનો પ્રકોપ પણ દૂર થાય છે. સાડાસાતી અને પનોતીમાં પણ રાહત મળે છે. તો શમીના વૃક્ષનું લાકડું ત્વચા સંબંધી રોગમાંથી પણ મુક્તિ આપે છે.
આ પણ વાંચો: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?
Published On - 6:56 am, Thu, 19 August 21