Shravan-2021: શું તમને ખબર છે કે વિવિધ દેવી-દેવતા કયા શિવલિંગની કરે છે પૂજા ? જાણો, શિવલિંગના દુર્લભ સ્વરૂપોનો મહિમા

|

Aug 31, 2021 | 3:24 PM

ભગવાન વિષ્ણુ નિલમ રત્નમાંથી બનેલા શિવલિંગની પૂજા કરે છે. જેને ઈન્દ્રનીલ પણ કહે છે. તો, દેવી લક્ષ્મી સ્ફટિકમાંથી નિર્મિત શિવલિંગની બીલીપત્ર દ્વારા પૂજા કરી શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે !

Shravan-2021: શું તમને ખબર છે કે વિવિધ દેવી-દેવતા કયા શિવલિંગની કરે છે પૂજા ? જાણો, શિવલિંગના દુર્લભ સ્વરૂપોનો મહિમા
દેવી-દેવતાઓ પણ શિવલિંગની પૂજા કરી પ્રાપ્ત કરે છે મહાદેવની કૃપા

Follow us on

મહાદેવ (mahadev) એટલે તો એવાં દેવ કે જેમને દેવતાઓ પણ પૂજે છે, મનુષ્ય પણ પૂજે છે અને અસુરો પણ તેમની આરાધના કરે છે. મહેશ્વર એક એવાં દેવતા છે કે જેમની ભક્તિ તો ભૂતો અને પિશાચો પણ કરે છે. અને એટલે જ તો પ્રભુ ભૂતનાથ (bhootnath) તરીકે ઓળખાય છે. બધાં જ પોત-પોતાની શ્રદ્ધા અને કામના અનુસાર મહાદેવની પૂજા કરે છે. પણ, શું તમને ખબર છે કે મહાદેવને પ્રસન્ન કરવા કોણ કયા શિવલિંગની પૂજા કરે છે ? આવો, આજે તે વિશે જ જાણીએ.

શિવભક્તો મંદિરોમાં સ્થાપિત શિવલીંગના આસ્થા સાથે દર્શન કરે છે. તેની પૂજા-અર્ચના કરે છે. પણ, ઘણાં શ્રદ્ધાળુઓ ઘરે જ શિવલિંગની સ્થાપના કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય રીતે સ્ફટિક શિવલિંગ, પારદ શિવલિંગ તેમજ પાર્થિવ શિવલિંગની પૂજા વધુ પ્રચલિત છે. પણ, તમે એ જાણીને દંગ રહી જશો કે આ સિવાય પણ અનેક પ્રકારના શિવલિંગ છે. જેની પૂજા સ્વયં દેવી-દેવતાઓ કરે છે. અને મહેશ્વરની કૃપા મેળવે છે.

પ્રચલિત કથા અનુસાર જોઈએ તો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ દેવશિલ્પી વિશ્વકર્માને કહ્યું કે તે અલગ-અલગ શિવલિંગનું નિર્માણ કરી તે દેવતાઓને આપે. કહે છે કે વિશ્વકર્માએ અલગ-અલગ પદાર્થ, ધાતુ અને રત્નોમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું અને તે વિવિધ દેવી-દેવતાને આપ્યું. ત્યારે આવો, જાણીએ કે કોને કયા શિવલિંગની પ્રાપ્તિ થઈ ! અને કયા શિવલિંગની પૂજા દ્વારા સ્વયં દેવી-દેવતા શિવજીની કૃપાને પ્રાપ્ત કરે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વિવિધ શિવલિંગની પૂજા
⦁ પરમપિતા બ્રહ્માજી સુવર્ણના ચમકતા શિવલિંગની પૂજા કરે છે.
⦁ ભગવાન વિષ્ણુ નિલમ રત્નમાંથી બનેલા શિવલિંગની પૂજા કરે છે. જેને ઈન્દ્રનીલ પણ કહે છે.
⦁ દેવી લક્ષ્મી સ્ફટિકમાંથી નિર્મિત શિવલિંગની બીલીપત્ર દ્વારા પૂજા કરી શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.
⦁ આદિશક્તિ માખણમાંથી નિર્મિત શિવલિંગની પૂજા કરી મહેશ્વરની કૃપા પ્રાપ્ત કરે છે.
⦁ દેવરાજ ઈન્દ્ર પદ્મરાગમાંથી બનેલા શિવલિંગની પૂજા કરે છે.
⦁ દેવતાઓના ખજાનચી કુબેર સુવર્ણના શિવલિંગની આરાધના કરે છે.
⦁ વાયુદેવતા પિત્તળમાંથી નિર્મિત શિવલિંગની ઉપાસના કરે છે.
⦁ ચંદ્રદેવ મોતીમાંથી નિર્મિત શિવલિંગની પૂજા કરે છે.
⦁ અગ્નિદેવને વિશ્વકર્મા પાસેથી હીરામાંથી નિર્મિત શિવલિંગની પ્રાપ્તિ થઈ છે.
⦁ અશ્વિની કુમારો પાર્થિવ લિંગની આરાધના કરે છે.

આ સિવાય કહે છે કે યક્ષો દહીંમાંથી નિર્મિત, યોગીઓ ભસ્મમાંથી નિર્મિત, નાગ પ્રજાતિ મૂંગામાંથી નિર્મિત શિવલિંગની પૂજા કરે છે. તો, વિશ્વકર્મા દ્વારા બાણાસુરને પારદ તેમજ મયાસુરને ચંદનના શિવલિંગની પ્રાપ્તિ થઈ હોવાની કથા પ્રચલિત છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ?જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા

આ પણ વાંચો : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !

Next Article