AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Upay: શનિની સાડાસાતીથી બચવાનો આ સૌથી સરળ ઉપાય છે, બધી પરેશાનીઓ થશે દુર

Sade Sati Remedies: શનિની ખરાબ અસરને કારણે શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટેના કેટલાક ખાસ ઉપાયો વિશે.

Shani Upay: શનિની સાડાસાતીથી બચવાનો આ સૌથી સરળ ઉપાય છે, બધી પરેશાનીઓ થશે દુર
shani sade sati
| Updated on: Apr 27, 2024 | 8:12 AM
Share

Shani Sadhesati Upay: ભગવાન શનિ ન્યાયપ્રિય અને ફળદાયી દેવ છે. શનિ હંમેશા લોકોને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની સાડાસાતી અથવા નાની અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તેમણે નાણા, કારકિર્દી, વ્યવસાય અને સંબંધો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની ખરાબ અસરને કારણે શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે શાસ્ત્રોમાં શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ શનિદેવની સાડાસાતીથી બચવાના સરળ ઉપાયો વિશે.

આ પણ વાંચો : Shani dev Transit In Kumbh : શનિદેવનું સોનાના પાયા પર ગોચર શરૂ, આ 3 રાશિને થશે ધનલાભની સાથે ભાગ્યોદય

શનિની સાડાસાતીથી બચવાના ઉપાય

  1. જો તમે શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માંગતા હોવ તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ સૌથી શુભ ઉપાય છે. એવું કહેવાય છે કે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
  2. સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષને સોમવાર કે શનિવારે ગંગાજળથી ધોઈને શનિ દેવના 108 બીજ મંત્ર પૂજા કરી રૂદ્રાક્ષ ધારણ કરવો . આનાથી શનિદોષ દૂર થાય છે.
  3. શનિવારના દિવસે કાળા કૂતરા અને કાળી ગાયને રોટલી ખવડાવવાથી શનિ ગ્રહને પણ બળ મળે છે,શનિવારે કીડીઓને લોટ અને માછલી ખવડાવવાથી પણ શનિની ખરાબ અસર માંથી રાહત મળે છે.
  4. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી અથવા વચલી આંગળીમાં પહેરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે. આ ઉપરાંત લોઢુ પણ શનિદેપની પ્રિય ધાતુ છે, લોઢાને ધારણ કરવામાં આવે તો, પણ શનિ દેવના પ્રકોપ માંથી રાહત મળે છે. ઉલ્લેખનીય છે આ ધાતુ ધારણ કરવાની વીધી સૂર્યાસ્તના સમયે જ કરો.
  5. જે સત્યનું સમર્થન કરે છે તેને શનિ હંમેશા સાથ આપે છે. એટલા માટે હંમેશા સત્ય બોલો. આ સાથે શનિના મંત્રોનો જાપ અને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી પણ શનિની સાડાસાતીમાં રાહત મળશે.
  6. જો તમે શનિ ,સાડાસાતીના પ્રભાવ છો તો શનિવારે તલ અને આખા અડદનું દાન કરો,દાન કોઈ ગરીબ બ્રાહ્મણ અને જરૂરિયાતમંદને આપવું જોઈએ.
  7. શનિ સાડાસાતીના પ્રભાવને ઘટાડવા માટે શનિદેવને આખા અડદ, લોખંડ, કાળું કપડું, તલ, તેલ વગેરે અર્પણ કરો. તે પછી તેને કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ બ્રાહ્મણને દાન કરો.
  8. દર શનિવારે પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પણ કરીને દીવો પ્રગટાવો અને સાત વાર પ્રદક્ષિણા કરો.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

g clip-path="url(#clip0_868_265)">