Shani Upaay: શનિના પ્રકોપથી બચવા માટે 25 ડિસેમ્બર ખૂબ જ ખાસ છે, આ ઉપાયથી થઈ શકે છે ચમત્કારીક લાભ

|

Dec 25, 2021 | 6:35 AM

શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિને કરમફળ દાતા શનિદેવ પણ કહેવામાં આવે છે. જ્યારે તેઓ ગુસ્સે અથવા અશુભ હોય છે, ત્યારે તેઓ વ્યક્તિના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે.

Shani Upaay: શનિના પ્રકોપથી બચવા માટે 25 ડિસેમ્બર ખૂબ જ ખાસ છે, આ ઉપાયથી થઈ શકે છે ચમત્કારીક લાભ
Shani Dev

Follow us on

Bhakti: કળિયુગમાં શનિ (Shani) ને સૌથી પ્રબળ ગ્રહ (Planet) માનવામાં આવે છે. શનિદેવના પ્રકોપને કારણે માત્ર મનુષ્ય જ નહીં દેવતાઓ પણ ડરી જાય છે. જે વ્યક્તિ પર શનિની ખરાબ નજર પડે છે, તેને જીવનમાં દરેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ભગવાન શંકર પોતે પણ શનિના પ્રકોપથી બચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન રાખવા દરેક માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો શનિદેવ ક્રોધિત હોય તો તે વ્યક્તિને દરેક પ્રકારની તકલીફો આપે છે.

આ જ કારણ છે કે શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જો શનિ અશુભ હોય તો આ પ્રકોપથી બચવા માટે જલ્દી જ કેટલાક ઉપાય કરવા જોઈએ. શનિદેવ કોઈપણ વ્યક્તિ, જેના પર નારાજ હોય ​​છે તેના સ્વાસ્થ્ય, ધન, સન્માન, વેપારનો નાશ કરે છે. શનિના પ્રકોપનો સામનો કરનાર વ્યક્તિને દરેક જગ્યાએ નિષ્ફળતા મળે છે. આવી સ્થિતિમાં 2021માં કેટલાક ખાસ દિવસો એવા છે જ્યારે શનિદેવના ઉપાય કરવાથી અનેક ગણો ફાયદો થાય છે.

25 ડિસેમ્બરે વિશેષ યોગ બની રહ્યા છે
તમને જણાવી દઈએ કે 2021 ના ​​અંત સુધીમાં દરેકને શનિદેવને પ્રસન્ન કરવાનો ખાસ મોકો મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, આગામી 25 ડિસેમ્બર, 2021 ના ​​રોજ એક એવો ખાસ સંયોગ બની રહ્યો છે, જેના દ્વારા તમે શનિના પ્રકોપથી રાહત મેળવી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ યોગ 25 ડિસેમ્બર શનિવારના રોજ બનશે, આ સાથે જ પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ પણ આ દિવસે બનવાની છે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે સવારે 11:23 સુધી પ્રીતિ યોગ (Priti Yog) બની રહ્યો છે. આ દિવસે આયુષ્માન યોગ (Ayushyaman Yog) પણ બની રહ્યો છે. શનિદેવ (Shani Dev) ની પૂજા માટે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દિવસે શનિદેવની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો ફળ મળે છે.

આ છે શનિદેવને પ્રસન્ન કરવાનો ઉપાય
જો તમારા જીવનમાં શનિની દશા ખરાબ હોય તો શનિદેવને શાંત કરવા માટે 25 ડિસેમ્બર શનિવારના રોજ સરળ ઉપાય કરવાથી તેની ખરાબ નજરથી છુટકારો મળશે. તમારે ખાસ કરીને શનિવારે શનિ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવી જોઈએ. ધ્યાન રાખો કે આ દરમિયાન તમે ભૂલથી પણ શનિદેવની મૂર્તિની સામે ઊભા ન રહો, મૂર્તિની જમણી કે ડાબી બાજુ સહેજ ઊભા રહો. આ સિવાય શનિદેવને સરસવનું તેલ ચઢાવો અને શનિ મંત્ર અને શનિ ચાલીસાનો પાઠ કરો. શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન ગરીબોને કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Manipur Assembly Election 2022: કીશમથોંગ વિધાનસભા બેઠક પર જીતની શોધમાં BJP, અહીં કોંગ્રેસ,એનસીપી, એનપીપીનો રહ્યો છે દબદબો

આ પણ વાંચો: PM મોદીની આ વાતને લઈને નારાજ છે ‘દીદી’, આજે થયેલી બેઠકમાં પણ મમતા બેનર્જી ગેરહાજર, TMCના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

Published On - 6:34 am, Sat, 25 December 21

Next Article