Shani Sade Sati and Dhaiya 2022: આ રાશિના જાતકો થઈ જાઓ સાવધાન, 2022માં આપના પર શનિ રહેશે ભારી, જાણો કઈ રાશિના લોકોને થશે રાહત

|

Dec 30, 2021 | 10:13 PM

તમને જણાવી દઈએ કે શનિવારથી 2022 શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં શનિની રાશિમાં પણ ફેરફાર થશે.

Shani Sade Sati and Dhaiya 2022: આ રાશિના જાતકો થઈ જાઓ સાવધાન, 2022માં આપના પર શનિ રહેશે ભારી, જાણો કઈ રાશિના લોકોને થશે રાહત
Shani Rashi Parivartan 2022: શનિને સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ માનવામાં આવે છે. તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. તે મકર અને કુંભ રાશિના સ્વામી છે. હાલમાં શનિ મકર રાશિમાં સ્થિત છે અને 29 એપ્રિલથી તે કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સંક્રમણ 5 રાશિના લોકોનું નસીબ ચમકાવવાનું કામ કરશે. જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

Follow us on

નવું વર્ષ 2022 (New Year 2022) આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને આવનારા નવા વર્ષથી ઘણી આશાઓ છે. આ અંગ્રેજી નવા વર્ષમાં કેટલીક રાશિઓ પણ બદલાઈ રહી છે (Rashi Parivartan), જે કેટલાક લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહી છે.

જો કે તમને જણાવી દઈએ કે શનિવારથી 2022 શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં શનિની રાશિમાં પણ ફેરફાર થશે. ત્યારે ચાલો જાણીએ વર્ષ 2022માં કઈ રાશિ પર છે શનિની સાડા સાતી.. (Shani Sade Sati and Dhaiya 2022) આપને જણાવી દઈએ કે વર્તમાનમાં શનિ ગ્રહ મકર રાશિમાં રહેવાના કારણે 2021માં ધન, મકર અને કુંભ આ ત્રણ રાશી પર વર્ષ 2021માં શનિની સાડા સાતી ચાલી રહી છે. જ્યારે મિથુન અને તુલા રાશિ પર ઢૈયા ચાલી રહી છે.

આવતા વર્ષે એટલે કે  29 એપ્રિલ, 2022ના રોજ જ્યારે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ભ્રમણ કરશે, ત્યારે મીન, કુંભ અને મકર અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની સાડાસાતી રહેશે. એટલે કે વર્ષ 2022માં મીન, કુંભ અને મકર રાશિને સાડા સાતી રહેશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયાની અસર થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે. આ દરમિયાન કુંભ, મેષ અને મીન રાશિના લોકો પર શનિની ઢૈયા રહેશે. મકર રાશિ વાળાને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

હાલમાં શનિની મકર રાશિમાં હાજરીને કારણે વર્ષ 2021માં આ ત્રણ રાશિઓ પર શનિની સાડા સાતી ચાલી રહી છે, જ્યારે મિથુન અને તુલા રાશિ પર ઢૈયાની અસર ચાલી રહી છે. 29મી એપ્રિલ 2022ના રોજ તેઓને ઢૈયાથી મુક્તિ મળશે. 17 જાન્યુઆરી 2023થી શનિ ગોચર કરી રહ્યો છે, ત્યારે તુલા અને મિથુન રાશિમાંથી ઢૈયાની અસર સંપૂર્ણપણે દૂર થશે. 24 જાન્યુઆરી 2020થી તુલા રાશિ પર શનિની ઢૈયાની અસર ચાલી રહી છે.

આવતા વર્ષે 29મી એપ્રિલ 2022ના રોજ શનિ ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ ધન રાશિના લોકોને શનિની સાડા સાતીથી રાહત મળશે, પરંતુ 12મી જુલાઈ 2022ના રોજ શનિ પાછું વળીને ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 જાન્યુઆરી 2023ના રોજ ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાં સંપૂર્ણ મુક્તિ મળશે અને મિથુન રાશિના લોકોને ઢૈયાથી મુક્તિ મળશે.

મકર રાશિના લોકો પર શનિની સાડા સાતી 26 જાન્યુઆરી 2017થી શરૂ થઈ હતી. તે 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડા સાતી 24 જાન્યુઆરી 2020થી શરૂ થઈ છે. આમાંથી મુક્તિ 3 જૂન 2027ના રોજ મળશે, પરંતુ શનિની મહાદશામાં કુંભ રાશિવાળાને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની ગોચરમાંથી મુક્તિ મળશે, એટલે કે કુંભ રાશિવાળાને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો: Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

આ પણ વાંચો: Shree Krishna : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

Next Article