
ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં કળિયુગના અંતિમ ચરણને લઈને અનેક પ્રકારના વર્ણનો મળે છે. આ વર્ણનો અનુસાર જેમ-જેમ કળિયુગ તેની ચરમસીમાએ પહોંચશે, તેમ-તેમ ધર્મ, સત્ય, કરુણા, પવિત્રતા, ક્ષમા અને મનુષ્યનું આયુષ્ય ક્રમશ: ઘટતુ જશે. જો કે પ્રશ્ન એ છે કે કળિયુગનો અંત આખરે કેવી રીતે આવશે? શું સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે? બીજો સૌથી મોટો સવાલ આ ઘોર અધર્મ વચ્ચે ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર કેવો હશે? આવો જાણીએ પુરાણોમાં વર્ણવાયેલા કળિયુગના અંતિમ સમયની એ કથા વિશે. કળિયુગના અંત સુધીમાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘટી જશે! ધાર્મિક ગ્રંથોમાં કળિયુગના અંતિમ તબક્કાનું વર્ણન અત્યંત ભયાનક ગણાવાયુ છે. માન્યતા અનુસાર આ સમયે મનુષ્યનું આયુષ્ય સતત ઘટતુ જશે. મનુષ્યોના શરીરમાં અકાળે વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાવા લાગશે. નાની ઉંમરે જ વાળ સફેદ થઈ જશે અને શારીરિક શક્તિ ઝડપથી ક્ષીણ થવા લાગશે. એટલે જે ઉંમરમાં આજનો યુવા તેની કારકિર્દી અને ભવિષ્ય ઘડતર વિશે વિચારે છે, એ ઉમરે વ્યક્તિ તેના જીવનના અંતિમ તબક્કાનની નજીક પહોંચી ગઈ હશે. નોંધ: (શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ,...
Published On - 9:26 pm, Tue, 6 October 26