
હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર વખત આવતી માતાની નવરાત્રિ પૈકી ચૈત્ર માસની નવરાત્રિ ખૂબ જ વિશેષ હોય છે. આ નવરાત્રિ ચૈત્ર (Chaitra Navratri) માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ 9 દિવસોમાં વ્રત, પૂજાની સાથે-સાથે વિવિધ ઉપાયો પણ કરવામાં આવે છે, જેથી માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય.
તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે રામ નવમી (Ram Navami 2022)નો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમીનું મુહૂર્ત 10 એપ્રિલના રોજ સવારે 1.32 કલાકે શરૂ થશે અને 11 એપ્રિલના રોજ સવારે 3:15 કલાકે પૂર્ણ થશે. નવરાત્રી વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. જ્યારે ચૈત્ર નવરાત્રી માર્ચ અથવા એપ્રિલમાં આવે છે, ત્યારે શારદીય નવરાત્રી ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે અને દશેરા સાથે સમાપ્ત થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ
આ પણ વાંચો :Short Movies on OTT: ઓફિસ બ્રેકમાં પણ તમે આ 5 શોર્ટ ફિલ્મો જોઈ શકો છો, તમને મળશે જબરદસ્ત મનોરંજન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-