Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર

|

Oct 17, 2021 | 8:57 AM

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુની પીડા સર્પ શાપ સાથે સંબંધિત છે, તેથી શુદ્ધ ચાંદીમાં નાગદેવની મૂર્તિ બનાવ્યા બાદ તેની વિધિવત પૂજા અને દાન કરવું જોઈએ.

Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર
Rahu Remedies

Follow us on

Rahu Remedies: રાહુ અને કેતુ, જે છાયા ગ્રહો માનવામાં આવે છે, ભૌતિક અસ્તિત્વ ન હોઈ શકે, પરંતુ તેઓ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુનો ઘણો પ્રભાવ હોય છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ દુ:ખ, ભય, ચિંતા, પાપ કાર્યો વગેરે માટે જોવા મળે છે.

રાહુ ગ્રહના દોષને કારણે વ્યક્તિના જીવનમાં ઘણીવાર તમામ પ્રકારના અવરોધો આવે છે. તે ઘણીવાર અનિદ્રા, પેટની વિકૃતિઓ, મગજ સંબંધિત રોગો અને માનસિક ચિંતાઓથી પીડાય છે. રાહુ સાથે જોડાયેલા દોષને કારણે વ્યક્તિ ઘણી વખત આળસુ બની જાય છે. ચાલો જાણીએ રાહુ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય વિશે.

ગાળામાં પહેરો રાહુ યંત્ર
જો તમારી કુંડળીમાં રાહુ સંબંધિત દોષ છે અને તેના કારણે તમે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તેની શુભતા મેળવવા માટે, જ્યોતિષની સલાહ લીધા પછી, તમે લોકેટમાં ગોમેદ ધરાવતો રાહુ યંત્ર પહેરી શકો છો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

શિવ સાધના દ્વારા તમામ સમસ્યાઓ દૂર થશે
જો તમારા જીવનમાં રાહુને કારણે સમસ્યાઓ છે, તો તેમાંથી છુટકારો મેળવવા માટે, તમારે દરરોજ શિવ સાધના કરવી જોઈએ અને શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર બિલી પત્ર અને ધતુરા અર્પણ કરવા જોઈએ.

ચાંદીનો નાગ બનાવીને આ ઉપાય કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુની પીડા સર્પ શાપ સાથે સંબંધિત છે, તેથી શુદ્ધ ચાંદીમાં નાગદેવની મૂર્તિ બનાવ્યા બાદ તેની વિધિવત પૂજા અને દાન કરવું જોઈએ. નાગપંચમીના તહેવાર પર, શુદ્ધ ચાંદીની નાગદેવની મૂર્તિ બનાવીને તેને પૂજા સ્થળે સ્થાપિત કર્યા પછી, હળદર, કંકુ, નૈવેદ્ય વગેરેથી દરરોજ તેની પૂજા કરવાથી રાહુ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.

જો તમને લાગે કે રાહુને કારણે તમે જીવનમાં બાળકોથી વંચિત રહી રહ્યા છો, તો ચોક્કસપણે માની લો કે બાળક સંબંધિત વિઘ્ન સર્પ શાપને કારણે થયું હશે. આ સ્થિતિમાં આ શ્રાપથી છુટકારો મેળવવા માટે, વ્યક્તિએ રાહુના વેદોક્ત મંત્રોનો 18,0000 વખત જાપ કરતી વખતે ઘરમાં નાગપાશ યંત્ર સ્થાપિત કરવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા

આ પણ વાંચો: Kerala Rain: ભારે વરસાદે કેરળમાં તબાહી મચાવી, 18ના મોત અને 22 લાપતા, NDRF સહિત સેના અને DSCની ટુકડીઓ તૈનાત

Next Article