Pitru Paksha 2021: શા માટે શ્રાદ્ધ પક્ષ 16 દિવસ ચાલે છે, જાણો મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે જોડાયેલી કથા

પિતુ પક્ષ દરમિયાન, પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 16 દિવસ સુધી ચાલતી શ્રાદ્ધ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ.

Pitru Paksha 2021: શા માટે શ્રાદ્ધ પક્ષ 16 દિવસ ચાલે છે, જાણો મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે જોડાયેલી કથા
Pitru Paksha 2021
| Edited By: | Updated on: Oct 04, 2021 | 12:04 PM

આ દિવસોમાં પિત્રુ પક્ષનો (Pitru Paksha 2021) માસ ચાલી રહ્યો છે. પિત્રુ પક્ષ 16 દિવસનો છે. તે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે. શ્રાદ્ધ પક્ષના આ 16 દિવસો પિતૃઓએ કરેલી કૃપાનું ઋણ ચૂકવવાના દિવસ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પિતુ પક્ષ દરમિયાન, પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 16 દિવસ સુધી ચાલતી શ્રાદ્ધ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ. પૌરાણિક કથા અનુસાર, તે મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, કર્ણને મૃત્યુ પછી મોક્ષ ન મળ્યો, તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો. તેને સ્વર્ગમાં ઘણું સોનું આપવામાં આવ્યું. ભોજનમાં માત્ર સોનું જ પીરસવામાં આવતું હતું. જ્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે આખી જિંદગી સોનું દાન કર્યું છે. પિતૃઓની શાંતિ માટે ક્યારેય બીજું કંઈ દાન કર્યું નથી. એટલા માટે તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે. દેવરાજે કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓનું ઋણ ચૂકવશો નહીં ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે.

કર્ણએ કહ્યું કે તેને પિતૃઓ માટેના દાન વિશે કોઈ જાણકારી નથી. તેથી તેમણે કર્મને સુધારવાની તક માંગી. ત્યારબાદ કર્ણને ફરીથી 16 દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો. આ 16 દિવસોમાં કર્ણએ પોતાના પિતૃઓને યાદ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કર્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું. આ સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો. ત્યારથી આ 16 દિવસોને પિતૃઓના ઋણની ચૂકવવાના દિવસ માનવામાં આવે છે. દર વર્ષે આ પ્રસંગે, વંશજો તેમના પિતૃઓને યાદ કરે છે અને તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પણ કરે છે.

દાનનું વિશેષ મહત્વ
પિત્રુ પક્ષમાં દાનનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા દાનનું પરિણામ સ્વર્ગમાં જીવાત્માને પ્રાપ્ત થાય છે. આ દરમિયાન, તમારી ક્ષમતા અનુસાર, તમારે અનાજ, વસ્ત્ર, ધન, મીષ્ટાન, સોનું, ચાંદી વગેરેનું દાન કરવું જોઈએ. આ સાથે, શ્રાદ્ધ પક્ષ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ ભિક્ષા માંગવા આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દે. આ સમયે આપણા પિતૃઓ કોઈ પણ સ્વરૂપે પૃથ્વી પર આવી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પણ વાંચો : Navratri 2021: સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે નવરાત્રી પર ઘરે લવો આ 6 વસ્તુઓ

પણ વાંચો : Bad Vastu Omens: વાસ્તુ સબંધિત આ સંકેતોથી જાણો ઘરમાં થનાર શુકન-અપશુકન