પદ્મિની એકાદશીએ આ વિધિથી કરી લો નારાયણ કવચનો પાઠ મનપસંદ નોકરીની થશે પ્રાપ્તિ

પદ્મિની એકાદશીના (Padmini Ekadash) દિવસે ભગવાન વિષ્ણુના નારાયણ કવચના પાઠ કરવા જોઇએ. આ કવચના પાઠથી ઘરમાં અને વ્યક્તિના અંતર મનમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ કવચના પાઠ કરતાં સમયે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું.

પદ્મિની એકાદશીએ આ વિધિથી કરી લો નારાયણ કવચનો પાઠ મનપસંદ નોકરીની થશે પ્રાપ્તિ
| Edited By: | Updated on: Jul 27, 2023 | 11:58 AM

હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિને ખૂબ શુભ માનવામાં આવે છે. આ એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની પૂજાની સાથે કેટલાક ઉપાયો છે જે અજમાવવાથી આપને જીવનના તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.પદ્મિની એકાદશીનું વિશેષ મહત્વ એટલે પણ છે કે દર ત્રણ વર્ષે માત્ર એક જ વાર આ એકાદશી આવે છે.એટલે પદ્મિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાતકને તમામ ઇચ્છા શીઘ્ર પૂર્ણ થાય છે. માન્યતા તો એવી પણ છે કે પદ્મિની એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. એટલે આ એકાદશીએ અજમાવેલા ઉપાયો આપને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ આપશે.

નકારાત્મક ઊર્જા મુક્તિ અર્થે

પદ્મિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના નારાયણ કવચના પાઠ કરવા જોઇએ. આ કવચના પાઠથી ઘરમાં અને વ્યક્તિના અંતર મનમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ કવચના પાઠ કરતાં સમયે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું.

વિવાહ અને વૈવાહિક જીવન અર્થે

પદ્મિની એકાદશીના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવાથી વિવાહ આડેના અવરોધો દૂર કરી શકાશે. આ દિવસે પતિ-પત્નીએ એકબીજાને સુતરનો દોરો હાથની કલાઇ પર બાંધવો તેનાથી તેમના વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે આ સાથે જ દંપતીએ સાથે મળીને કેળના વૃક્ષની પરિક્રમા કરવી તેનાથી એકબીજા પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થાય છે.

ધનલાભ અર્થે

પદ્મિની એકાદશીના દિવસે તિજોરીમાં શંખની સ્થાપના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી ઘરમાં સદૈવ માતા લક્ષ્મીનો વાસ રહે છે. પદ્મિની એકાદશીએ માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે.

નોકરીમાં પ્રગતિ અર્થે

પદ્મિની એકાદશીના દિવસે નોકરીમાં પ્રગતિ અર્થે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઇએ. એકાદશીનું દાન મહાદાન કહેવાય છે. આ દિવસે દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર સિવાય પણ અનાજ કે પોતાની આવકમાંથી દસમો ભાગ દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)