શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર ગણેશજી (GANESHJI)માં સમસ્ત વિઘ્નોનો વિનાશ કરવાની ક્ષમતા છે. આપણે જીવન જીવતા હોઇએ એટલે જીવનમાં કષ્ટ તો આવે જ છે. તો આ બધા કષ્ટોને દૂર કરવા, આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ગણેશજીનું પૂજન ખૂબ જ જરૂરી છે. આપણે સૌ ગણેશજીની વિવિધ પ્રકારથી પૂજા કરીને તેમને પ્રસન્ન કરતા હોઈએ છીએ. ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જીવનના દરેક પ્રકારના વિઘ્નો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
ગણેશજીને આપણે મંગલમૂર્તિ કહીએ છીએ અને આ મંગલમૂર્તિની આરાધના માટે મંગળવાર અત્યંત ફળદાયી દિવસ મનાય છે. ત્યારે આજે કેટલીક એવી સરળ બાબતોની વાત કરવી છે કે જેને ધ્યાનમાં રાખીને પણ આપણે એકદંતાની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો, સર્વ પ્રથમ તો એ જાણીએ કે વિઘ્નહરને સૌથી વધુ પ્રિય વસ્તુઓ કઈ છે ? એટલું જ નહીં, એ પણ જાણીએ કે કઈ ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી શ્રીગણેશ તેમના ભક્તોને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરતા હોય છે.
ગણેશજીને પ્રિય વસ્તુઓ
વિઘ્નોથી મુક્તિ અર્થે
ઘણીવાર એવું બને છે કે સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ જ ન લેતી હોય. આવી જ કોઈ સમસ્યામાંથી મુક્તિ અર્થે આપે કાળા તલ અને ગોળના લાડુ ગણેશજીને અર્પણ કરવા જોઈએ. નિત્ય શક્ય ન હોય તો દર મંગળવારે અથવા બુધવારે આ પ્રયોગ અચૂક કરવો. તમને તરત જ તેની અસર જોવા મળશે અને ધીરે ધીરે તમારા કષ્ટ દૂર થતા જશે.
અટવાયેલા નાણાં પરત મેળવવા
દૂર્વાથી કરવામાં આવેલ ગણેશ પૂજન મહાપુણ્યદાયી મનાય છે. તમને નવાઈ લાગશે પણ નાણાં રોકાઈ ગયા હોય કે ક્યાંક અટવાઈ ગયા હોય કે કોઇ વ્યક્તિને જરૂરિયાતના સમયે આપ્યા હોય પણ તે વ્યક્તિ તે રૂપિયા પાછા આપવાનું નામ ન લેતા હોય તો તેવા સંજોગોમાં દૂર્વાથી ગણેશજીની પૂજા કરવી. માન્યતા અનુસાર ગોળ અને દૂર્વા એકસાથે નંદીને અર્પણ કરવાથી અટવાઈ ગયેલાં નાણાં પાછા મળે છે.
વિવાહ અર્થે
જો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય, કે વારંવાર લગ્ન આડે વિઘ્નો આવી રહ્યા હોય, તો મંગળવારે ગણેશજીનું વ્રત કરવું. તેમ જ દર મંગળવારે ગણેશજીને માલપુઆનો ભોગ અર્પણ કરવો. માલપુઆનો ભોગ અર્પણ કરવાથી ઝડપથી ફળપ્રાપ્તિની માન્યતા છે.
રોજગાર અર્થે
રોજગાર સંબંધિત સમસ્યામાંથી મુક્તિ અર્થે પણ દૂર્વા જ મદદ રૂપ બનશે. દર મંગળવારે ગણેશજીની રક્ત ચંદનથી પૂજા કરો. અને તેમને દૂર્વા જરૂર અર્પણ કરો. તેનાથી ઝડપથી રોજગાર સંબંધી સમસ્યાઓનું નિરાકરણ મળશે અને સાથે જ ધંધા રોજગારમાં નવી તકો ઉભી થશે.
શું રાખશો અચૂક ધ્યાન ?
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન
આ પણ વાંચો : દરેક સંકટોને હરશે મહાબલી હનુમાનના સંકટનાશક મંત્ર, અત્યારે જ નોંધી લો આ પ્રભાવી મંત્ર