Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?

અંકશાસ્ત્ર અનુસાર આજે આપણે એવી જન્મતારીખો વિશે જાણવાના છે, જેમના જીવનમાં 25 વર્ષની ઉંમર સુધી ભારે સંઘર્ષ હોય છે. પરંતુ 35 વર્ષની ઉંમર પછી તેમનું ભાગ્ય બદલાઈ શકે છે.

Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?
Numerology 8
Image Credit source: Whisk
| Updated on: May 13, 2026 | 2:22 PM

દુનિયામાં મોટાભાગે લોકોનું જીવન સરળ નથી હોતું. સફળતા મેળવતા પહેલાં દરેક વ્યક્તિને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. અંકશાસ્ત્ર અનુસાર, કેટલાક લોકો એવા હોય છે જેમને યુવાની દરમિયાન ઘણો સંઘર્ષ સહન કરવો પડે છે. આજે આપણે અંકશાસ્ત્ર અનુસાર આવી જન્મ તારીખો વિશે જાણીશું જે લોકો 25મી વર્ષની ઉંમરે સંઘર્ષ કરે છે, પરંતુ 35મી વર્ષની ઉંમરે તેમને ફળદાયી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આજે આપે 8 અંક ધરાવતા લોકોની વિશે જાણીશું. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8મી, 17મી કે 26મી તારીખે થાય છે તેમનો મૂળાંક 8 હોય છે અને આ અંક શનિનો પ્રિય હોય છે.

શરૂઆતનું જીવન પડકારોથી ભરેલું હોઈ શકે છે

અંકશાસ્ત્ર અનુસાર, 8 મૂળાંક વાળા વ્યક્તિનું પ્રારંભિક જીવન પડકારો અને કઠોર સંઘર્ષોથી ભરેલું હોઈ શકે છે. શનિદેવે તેમને નાની ઉંમરથી જ શિસ્ત અને ધીરજના પાઠ શીખવે છે. એવું કહેવાય છે કે મૂળાંક 8 વાળા લોકોને કંઈપણ સરળતાથી મળતું નથી. શિક્ષણ હોય કે કારકિર્દી, કોઈપણ કાર્યમાં સફળ થવા માટે તેમને બીજા કરતા વધુ મહેનત કરવી પડી શકે છે.

સ્વભાવમાં ગંભીર અને શાંત હોય છે

અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક 8 વાળા લોકો સ્વભાવે ગંભીર અને શાંત હોય છે. આ જ કારણ છે કે લોકો વિચારે છે કે તેઓ અહંકારી છે. પરંતુ વાસ્તવમાં તેઓ બિલકુલ એવા નથી. તેઓ પોતાની લાગણીઓ સરળતાથી શેર કરી શકતા નથી, જેના કારણે તેમના મિત્રો પણ ઓછા હોય છે. આ લોકો શાંતિથી તેમના પોતાના કામ પર લક્ષ્ય કેન્દ્રિત કરે છે.

ઉમરના 35 પછી મળે છે મોટી સફળતા

અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક 8 વાળા લોકોનો સૌથી મોટો ગુણ તેમની ધીરજ હોય છે. જે તેમને ક્યારેય હાર માનવા દેતો નથી. આ કારણે સમય જતાં તેઓ એટલા સફળ થાય છે કે કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 35થી 36 વર્ષની ઉંમર તેમના જીવનમાં માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શનિદેવ તેમને સ્થાયી સફળતા આપી શકે છે. વિશ્વના ઘણા સફળ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ પણ 8 અંક ઘરાવે છે. એવું કહેવાય છે કે આ લોકો જ્યારે સફળ થાય છે, ત્યારે તેમની ખ્યાતિ દરેક જગ્યાએ ફેલાય છે.

મૂળાંક 8 ધરાવતા લોકોની ખાસિયતો

આ લોકોને દેખાવ કરવો પસંદ નથી, તેઓ શાંતિથી પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ચોક્કસ સમય પછી ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને ક્યારેય હાર સ્વીકારતા નથી. જીવનમાં પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, વ્યક્તિ તેને પાર કરીને આગળ વધી શકે છે. 8 અંક ધરાવતા લોકો ખૂબ જ પ્રમાણિક હોય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Numerology : કમ્પ્યુટરથી પણ ઝડપી ચાલી શકે છે 5 મૂળાંકના બાળકોનું દિમાગ ?

Follow Us
Loading...
Unable to load recommendations.