
સપ્ટેમ્બર મહિનો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે. ઓક્ટોબર મહિનો તહેવારોની દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં અનેક ધાર્મિક વ્રત અને તહેવારો આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રિની શરૂઆત થશે. નવ દિવસ સુધી ચાલનારા આ પર્વ દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારબાદ વિજયાદશમી એટલે કે દશેરાનો પર્વ ઉજવાશે, જે અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
આ ઉપરાંત સુહાગિન મહિલાઓ માટે મહત્વપૂર્ણ એવો કરવા ચોથનો તહેવાર પણ આ જ મહિનામાં આવશે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે વ્રત રાખે છે.
ચાલો જાણીએ ઓક્ટોબર 2026માં કયા દિવસે કયો વ્રત અને તહેવાર આવશે.
ઓક્ટોબર 2026માં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહોની ચાલમાં ફેરફાર અને ગોચર જોવા મળશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, ગ્રહોની સ્થિતિમાં થતા આ ફેરફારોની અસર 12 રાશિના જાતકોના જીવનના વિવિધ ક્ષેત્રો પર જોવા મળી શકે છે. ખાસ કરીને કારકિર્દી, વેપાર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તેની અસરની ચર્ચા કરવામાં આવે છે.
ઓક્ટોબર મહિનામાં કયા ગ્રહનું ગોચર અથવા ચાલમાં ફેરફાર થશે, તે પણ જાણી લો.
નોંધ: વ્રત-તહેવારોની તારીખો અને ધાર્મિક વિધિના સમય સ્થાનિક પંચાંગ, શહેર અને પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી ચોક્કસ મુહૂર્ત માટે સ્થાનિક પંચાંગની તપાસ કરવી.
Karwa Chauth : શું કુંવારી છોકરીઓ કરવા ચોથનું વ્રત રાખી શકે છે? નિયમો