
Navratri 2023: ભારતમાં ઘણા શુભ ધાર્મિક તહેવારો છે. નવરાત્રી એ સૌથી વધુ લોકપ્રિય તહેવારોમાંનો એક છે. તે ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં નવરાત્રિની પૂજા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. નવરાત્રી એટલે કે નવ શુભ રાત્રિઓ, એક ધાર્મિક તહેવાર છે જે દેવી દુર્ગાને માન આપવા અને પ્રાર્થના કરવા માટે ઉજવવામાં આવે છે. નવરાત્રીને કોલકાતામાં દુર્ગા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં તે ચાર દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
આ પૂજાના દિવસોમાં લોકો ઉપવાસ રાખે છે અને આધ્યાત્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. જો કોઈ ઘરમાં નવરાત્રી પૂજા કરવા ઈચ્છે છે તો તે યોગ્ય પદ્ધતિ અપનાવીને સરળતાથી કરી શકે છે. ઘરમાં નવરાત્રી પૂજા માટે જરૂરી તમામ રીત-રિવાજો, વિધિઓ અને નવરાત્રી પૂજા સામગ્રીને જાણવી જરૂરી છે. અહીં તમને જોઈતી તમામ આવશ્યક વસ્તુઓની યાદી આપી છે.
આ બધી નવરાત્રી પૂજા સામગ્રી છે જેની તમારે ઘરે પૂજા કરવા માટે જરૂર પડશે.
સૌ પ્રથમ તમારે મા દુર્ગાની મૂર્તિને એક બાજઠ પર સ્થાપિત કરવાની છે. આ ઘટસ્થાપન એ સમગ્ર પૂજાની શરૂઆત છે.
ત્યારબાદ ગંગાજળ નાખી અને તેના પર ફૂલો, પાંદડા અને સિક્કા મૂકવા પડશે. તેને ઢાંકણ વડે બંધ કરો અને પછી ઉપર કાચા ચોખા મૂકો. લાલ કપડામાં લપેટી નાળિયેર રાખો.
દુર્ગા પૂજાની પ્રક્રિયા દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે. કળશની પંચોપચાર સાથે પૂજા કરો. પંચોપચાર એટલે પાંચ વસ્તુઓ વડે ભગવાનનું પૂજન કરવું, આ છે – સુગંધ, ફૂલ, દીવો, ધૂપ અને નૈવેદ્ય.
નવરાત્રીની પૂજા દરમિયાન મા દુર્ગાની પ્રાર્થના કરવી અને આહ્વાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તમારા ઘરે આવે છે અને તમારા ઘરને પ્રકાશિત કરે છે અને તમારા પરિવારને આશીર્વાદ આપે છે. નવરાત્રીમાં અનુષ્ઠાન કરવા માટે તમારે ફૂલ, નૈવેદ્ય, દિવો, ફળ વગેરે અર્પણ કરવાના છે.
આરતી દરમિયાન નવરાત્રીની સજાવટની તમામ વસ્તુઓ સાથે થાળી સજાવો. આરતી ગીતો ગાઓ, ઘંટડી વગાડો અને મા દુર્ગા પાસેથી આશીર્વાદ લો.
નવરાત્રીના છેલ્લા દિવસે અથવા નવમા દિવસે લગભગ 5 થી 12 વર્ષની નવ છોકરીઓને આમંત્રિત કરો અને તેમના માટે ભોજન બનાવો. તેમને દેવી કહેવામાં આવે છે અને ધાર્મિક પ્રક્રિયાને કન્યા પૂજા કહેવામાં આવે છે.
આ પૂજા તમે ઘરે કરી શકો છો અને તમારા ઘર અને તમારા પરિવારમાં શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે અનુસરી શકો છો.
આ પણ વાંચો: સપનામાં કાળો સાપ જોવો શુભ છે કે અશુભ? જાણો તે જીવનની કઈ ઘટના સૂચવે છે
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 8:35 pm, Mon, 2 October 23