
Navaratri 2023 : ધાર્મિક માન્યતાઓમાં આસો નવરાત્રી હિન્દૂ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે. નવરાત્રીમાં નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે. દૂર્ગા માની પૂજાની તૈયારીઓ દરેક ઘરમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ મા દૂર્ગા ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ લઈને પધારી રહ્યા છે.
આ પણ વાંચો : Navratri Food Recipe: આ નવરાત્રીમાં તમે ઘરે જ બનાવી શકો છો બજાર જેવા ખમણ ઢોકળા, જાણો અહીં સરળ રીત
આ વખતે 9 દિવસ સુધી 9 દેવીઓના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. આસો નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વિજયા દશમી એટલે કે દશેરા 24 ઓક્ટોબર મનાવવામાં આવશે. આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે. તેનાથી વિશ્વમાં સુખ અને શાંતિ વધશે.
નવરાત્રીમાં મા દૂર્ગાના કળશનું સ્થાપન પણ મહત્વ ધરાવે છે. કળશમાં હળદરનો ગાંઠિયો, સોપારી, દૂર્વા, 5 પ્રકારના પાંદડાથી કળશ શણગારવામાં આવે છે. કળશની નીચે ઘાસની વેદી બનાવીને જઉં ઉગાડવામાં આવે છે. સાથે જ દૂર્ગા સપ્તશતી તેમજ દૂર્ગા ચાલીશાના પાઠ કરવામાં આવે છે.
જવ, ધૂપ, ફૂલ, પાન, ફળ, લવિંગ, દુર્વા, કપૂર, ચોખા, સોપારી, કલશ, કલાવા, નાળિયેર, એલચી, લાલ ચુંદડી, લાલ કપડાં, નાગરવેલના પાન, લાલ ચંદન, ઘીનો દીવો, શણગારનો સામાન