Navratri 2021: દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં કરો આ 5 ઉપાય, પૈસાની તંગી દૂર થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સંપત્તિ આવે છે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

Navratri 2021: દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં કરો આ 5 ઉપાય, પૈસાની તંગી દૂર થશે
Navratri 2021
| Edited By: | Updated on: Oct 12, 2021 | 11:42 AM

નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાના જાપ, મંત્ર અને સ્તુતિનો પાઠ કરવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન ઉપવાસ અને પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા પૂરા દિલથી કરે છે, તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સંપત્તિ આવે છે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

1. સોના-ચાંદીના સિક્કા

નવરાત્રિમાં સોના અને ચાંદીના સિક્કા લાવવા ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે સોના અને ચાંદીના સિક્કા લાવવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. આ સિક્કામાં ગણેશ અને માતા લક્ષ્મીનું ચિત્ર હોવું જોઈએ.

2. શંખપુષ્પીનું મૂળ

જ્યોતિષીઓના મતે નવરાત્રિના કોઈ પણ દિવસે શંખપુષ્પીનું મૂળ ઘરમાં લાવો અને તેને ચાંદીના ડબ્બામાં રાખો અને પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં પૈસાની કમી રહેશે નહીં.

3. કેળાના છોડ

હિન્દુ ધર્મમાં કેળાના છોડનું વિશેષ મહત્વ છે. તેનો ઉપયોગ પૂજા પાઠમાં થાય છે. નવરાત્રિમાં કેળાનો છોડ લગાવવો ખૂબ જ શુભ છે. તમે આ છોડને કોઈ પણ વાસણમાં રોપી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરરોજ પૂજા કર્યા બાદ તેને જળ અર્પણ કરો અને ગુરુવારે પાણી અને દૂધનું મિશ્રણ ચઢાવવું જોઈએ.

4. મોર પીંછ

મોરના પીંછ ખૂબ જ શુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં મોરના પીંછા રાખવાથી ઘણા ફાયદા થાય છે. તેને વિદ્યાર્થીઓના રૂમમાં રાખવાથી બાળકોને મા સરસ્વતીના આશીર્વાદ મળે છે. તીજોરી પાસે મોરના પીંછા રાખવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. આ સિવાય ઘરમાં મોરના પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

5. વડના પાન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, નવરાત્રિ દરમિયાન વડના પાન લાવો અને તેના પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને તેને પૂજામાં અર્પણ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !

આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રિમાં કન્યા પૂજન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, દરેક મનોકામના પૂરી થશે

Published On - 11:41 am, Tue, 12 October 21