‘રેલ’થી રામકથા! 18 દિવસની યાત્રામાં ભક્તો કરશે 12 જ્યોતિર્લિંગ સાથે 3 ધામના દર્શન

|

Jul 23, 2023 | 4:53 PM

પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારીબાપુની રામકથા એ દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે થઈ રહી છે. આમ તો કથાનો કાર્યક્રમ કુલ 19 દિવસનો છે. જેમાં 18 દિવસ 'રેલ'ના માધ્યમથી ભાવિકો રામકથાનો આનંદ લેશે. રામકથાનો પ્રારંભ 22 જુલાઈએ કેદારનાથ ધામથી થઈ ચૂક્યો છે.

રેલથી રામકથા! 18 દિવસની યાત્રામાં ભક્તો કરશે 12 જ્યોતિર્લિંગ સાથે 3 ધામના દર્શન

Follow us on

12 જ્યોતિર્લિંગ રામકથાનો (Ramkatha) પ્રારંભ તો શનિવારે જ કેદારનાથ ધામથી (Kedarnath) થઈ ચૂક્યો છે. પરંતુ દ્વાદશ જ્યોતિર્લિંગને આવરી લેતી રેલયાત્રાનો પ્રારંભ આજથી થશે. આ આધ્યાત્મિક યાત્રા માટે બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કે આવનારા 18 દિવસ આ યાત્રાનો કયા કયા ધાર્મિક સ્થળોએ પડાવ રહેશે અને કયા જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું રસપાન થશે.

રામકથાનો પ્રારંભ 22 જુલાઈએ કેદારનાથ ધામથી થયો

પ્રસિદ્ધ રામ કથાકાર પૂ. મોરારીબાપુની રામકથા એ દ્વાદશ જ્યોતિર્લિંગના સાનિધ્યે થઈ રહી છે. આમ તો કથાનો કાર્યક્રમ કુલ 19 દિવસનો છે. જેમાં 18 દિવસ ‘રેલ’ના માધ્યમથી ભાવિકો રામકથાનો આનંદ લેશે. રામકથાનો પ્રારંભ 22 જુલાઈએ કેદારનાથ ધામથી થઈ ચૂક્યો છે. 23 જુલાઈએ ઉત્તરાખંડના ઋષિકેશથી રામકથા માટેની રેલ યાત્રાનો પ્રારંભ છે. ટ્રેનના માધ્યમથી 24 જુલાઈએ ભાવિકો ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ ધામ પહોંચશે અને અહીં રામકથાનો આનંદ લેશે. રામકથાનો આ બીજો પડાવ રહેશે.

શ્રદ્ધાળુઓ જગન્નાથ પુરી ધામમાં પ્રભુ જગન્નાથના દર્શનનો લાભ લેશે

રેલ માર્ગે જ 25 જુલાઈએ ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે યાત્રા પહોંચશે. અહીં રામકથાનો આ ત્રીજો પડાવ રહેશે. 26 જુલાઈ શ્રદ્ધાળુઓ જગન્નાથ પુરી ધામમાં પ્રભુ જગન્નાથના દર્શનનો લાભ લેશે. 27 જુલાઈએ રામકથાનો ચોથો પડાવ આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના સાનિધ્યે રહેશે. તો 28 જુલાઈએ ભાવિકો રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેશે અને ત્યારબાદ 29 જુલાઈએ અહીં જ શિવ સાનિધ્યે રામકથાનું રસપાન કરશે. રામકથાનો આ પાંચમો પડાવ રહેશે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

 

 

30 જુલાઈએ શ્રદ્ધાળુઓે તિરુપતિ બાલાજી અને પદ્માવતી મંદિરના દર્શન કરશે. 31 જુલાઈએ રેલ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનો છઠ્ઠો પડાવ રહેશે. ત્યારબાદ પહેલી ઓગષ્ટે મહારાષ્ટ્રના જ ભીમાશંકર જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનો સાતમો દિવસ રહેશે.

આ પણ વાંચો : ‘રેલ’થી રામકથા! મોરારીબાપુની સૌથી અનોખી રામકથા, જાણો કથાનો સંપૂર્ણ કાર્યક્રમ

બીજી ઓગષ્ટે મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનો આઠમો પડાવ રહેશે. ત્રીજી ઓગષ્ટે ભાવિકો મહારાષ્ટ્રના જ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનું રસપાન કરશે. રામકથાનો આ નવમો પડાવ હશે. ચોથી ઓગષ્ટે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથા થશે. રામકથાનો આ દસમો અને યાત્રાનો 14મો દિવસ રહેશે.

રામકથાનો અગિયારમો પડાવ 5 ઓગષ્ટના રોજ મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યે રહેશે. ત્યારબાદ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. 6 ઓગષ્ટના રોજ ભાવિકોને દ્વારિકાધીશના દર્શનનો લાભ મળશે. તો, 7 ઓગષ્ટના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યે રામકથા થશે. રામકથાનો આ અંતિમ પડાવ હશે. યાત્રા 8 ઓગષ્ટના રોજ તલગાજરડા પહોંચીને વિરામ લેશે. એટલે કે 8 ઓગષ્ટે સંપૂર્ણ યાત્રાની પૂર્ણાહુતિ થશે.

દ્વાદશ જ્યોતિર્લિંગ અને ત્રણ ધામ સાથેની આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે પણ અવિસ્મરણીય લહાવો બની રહેશે.

Next Article