Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો દાન અને ઉપાય, આખું વર્ષ ભાગ્યનો મળશે સાથ

Makar Sankranti 2024: આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે. આ દિવસે પૂજા, જપ, તપ અને દાન કરવાની પરંપરા છે. આ સાથે પિતૃઓના તર્પણ અને પિંડ દાન પણ કરવામાં આવે છે. તેથી, મકરસંક્રાંતિના દિવસે, મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર ગંગા નદીમાં શ્રદ્ધાથી ડૂબકી મારીને તેમના ઇષ્ટદેવની પૂજા કરે છે. આ દિવસે દાનનું પણ ઘણું મહત્વ છે.આવો જાણીએ રાશિપ્રમાણે દાન અને ઉપાય.

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો દાન અને ઉપાય, આખું વર્ષ ભાગ્યનો મળશે સાથ
RASHI
| Updated on: Jan 12, 2024 | 3:17 PM

મકરસંક્રાંતિ દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે. આ દિવસે પૂજા, જપ, તપ અને દાન કરવાની પરંપરા છે. આ સાથે પિતૃઓના તર્પણ અને પિંડ દાન પણ કરવામાં આવે છે. તેથી, મકરસંક્રાંતિના દિવસે, મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર ગંગા નદીમાં શ્રદ્ધાથી ડૂબકી મારીને તેમના ઇષ્ટદેવની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિ પર પિતૃઓની પૂજા કરવાથી સાધકના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. જો તમે પણ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો મકરસંક્રાંતિની તિથિએ પૂજા કર્યા પછી તમારી રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરો.

રાશિ પ્રમાણે કરો ઉપાય અને દાન

મેષ રાશિ – પીળા ફૂલ, હળદર, તલ પાણીમાં ભેળવીને સુર્યને અર્ઘ્ય અર્પણ કરો . તલ અને ગોળનું દાન કરો.

વૃષભ રાશિ – પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખીને સૂર્યને અર્પણ કરો. ખીચડીનું દાન કરો.

મિથુન રાશિ – પાણીમાં તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો. મગની દાળ ખીચડીનું દાન કરો.

કર્ક રાશિ– પાણીમાં દૂધ, ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ગોળ અને તલનું દાન કરો.

સિંહ રાશિ- પાણીમાં કુમકુમ, રક્ત ફૂલ અને તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો. ગોળ અને લાલ તલનું દાન કરો.

કન્યા રાશિ– જળમાં તલ, દૂર્વા અને ફૂલ નાખીને સૂર્યને અર્પણ કરો. મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો. ગાયને ચારો આપો

તુલા રાશિ– સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો. સફેદ ચંદન મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો.મખાના, ખાંડનું દાન કરો

વૃશ્ચિક રાશિ–  કુમકુમ, રક્ત ફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરો. ગરમ કપડા કે ગોળનું દાન કરો

ધન રાશિ– પાણીમાં હળદર, કેસર અને પીળા ફૂલ ભેળવીને સૂર્યને જળ અર્પિત કરો. કેળા, ચણાનો લોટનું દાન કરો

મકર રાશિ-  પાણીમાં વાદળી ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. અડદની, સરસોનું તેલ દના કરો

કુંભ રાશિ- પાણીમાં લાલ તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. સરસોનું તેલ અને ચામડાના જૂતા દાન કરો

મીન રાશિ- હળદર, કેસર, પીળા ફૂલમાં તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ચણાની દાળ, અથવા કાળા ચણાનું દાન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.