જાણો રથયાત્રા પૂર્વે થતી ગુંડિચા મંદિરની ‘માર્જન’ પ્રથાનું રહસ્ય !

|

Jul 09, 2021 | 8:58 AM

ગુંડિચા મંદિર એટલે પ્રભુની માસીનું ઘર. રથયાત્રા બાદ પ્રભુ જગન્નાથ પૂરાં સાત દિવસ સુધી અહીં જ રહી માસીના લાડ માણે છે. પરંતુ, શું આપ એ જાણો છો કે રથયાત્રાના એક દિવસ પૂર્વે આ ગુંડિચા મંદિરમાં થતી ‘માર્જન'ની પ્રથાનો ગૂઢાર્થ શું છે ?

જાણો રથયાત્રા પૂર્વે થતી ગુંડિચા મંદિરની ‘માર્જન પ્રથાનું રહસ્ય !
ગુંડિચા મંદિરના માર્જનની રસપ્રદ પ્રથા

Follow us on

રથયાત્રાનો (RATHYATRA) અવસર નજીક છે. ભક્તો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. પણ, જેટલાં રસપ્રદ રથયાત્રાના દર્શન છે, તેટલી જ રસપ્રદ તો તેની સાથે જોડાયેલી પ્રભુ જગન્નાથજીની અનેક લીલાઓ અને કથાઓ છે. પણ, આજે તો અમારે કરવી છે, આ રથયાત્રા સાથે જોડાયેલી એક રોચક પ્રથાની વાત. અને આ પ્રથા એટલે ગુંડિચા મંદિરનું માર્જન !

અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને સુભદ્રાજી સાથે રથમાં સવાર થઈ ભક્તોને દર્શન દેવા નીકળે છે. પુરીમાં આ રથયાત્રા ગુંડિચા મંદિરે પહોંચે છે. આ ગુંડિચા મંદિર એટલે પ્રભુની માસીનું ઘર. રથયાત્રા બાદ પ્રભુ જગન્નાથ પૂરાં સાત દિવસ સુધી અહીં જ રહી માસીના લાડ માણે છે. પરંતુ, શું આપ એ જાણો છો કે રથયાત્રાના એક દિવસ પૂર્વે આ ગુંડિચા મંદિરમાં માર્જનની પ્રથા કરવામાં આવે છે ? ચાલો, આપને વિસ્તારથી જણાવીએ આ પ્રથા વિશે.

ગુંડિચા મંદિર એટલે ભગવાનના માસીનું ઘર અને ‘માર્જન’ એટલે સાફ-સફાઇ કરવી ! ગુંડિચા મંદિર જગન્નાથ પુરીના મંદિરથી 2 કિ.મી.ના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છે. ગુંડિચા મંદિર જ્યાં આવેલું છે તે સ્થળને સુંદરાચલ કહેવામાં આવે છે. ‘સુંદરાચલ’ની તુલના ‘વૃંદાવન’ સાથે કરવામાં આવી છે અને નીલાંચલનું શ્રીમંદિર કે જ્યાં શ્રીજગન્નાથ રહે છે તેને ‘દ્વારકા’ માનવામાં આવે છે ! ભક્તજનો વ્રજવાસીઓ જેવાં ભાવથી રથયાત્રા સમયે પ્રભુ જગન્નાથના દ્વારકાથી વૃંદાવન પાછા ફરવા માટેની પ્રાર્થના કરે છે. ત્યારે તેમના ભક્તોની મનશા પૂરી કરવા પ્રભુ જગન્નાથ વૃંદાવન એટલે કે ગુંડિચા મંદિર આવે છે. રથયાત્રાની આ પ્રથા તો સદીઓથી ચાલી રહી છે. પણ, ગુંડિચા મંદિરના માર્જનની પ્રથા લગભગ 500 વર્ષ પૂર્વે શરૂ થઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

500 વર્ષ પૂર્વે શ્રીચૈતન્ય મહાપ્રભુજીએ જ માર્જનની પ્રથા ગુંડિચા મંદિરમાં શરૂ કરાવી હતી. મહાપ્રભુજીનું માનવું હતું કે આપણે ભગવાનને આપણા મનમાં બિરાજમાન કરવા હોય તો સૌથી પહેલા પોતાના મનના દરેક પ્રકારના મેલનો ત્યાગ કરવો પડે. ભક્તિ માટે પોતાના હૃદયને સાફ અને દોષ રહિત બનાવવું અનિવાર્ય મનાય છે. દૂષિત મનથી આપણે ભગવાનને ક્યારેય પામી શકતા નથી ! આપણું મન મેલથી ભરેલું હોય તો એવા મનને મેલ રહિત બનાવવું પડે. તેની સાફ-સફાઈ કરી તેને દોષ રહિત કરવું પડે. જે કેવળ ભગવાનની સેવા અને ભક્તિથી જ શક્ય બની શકે.

ભક્તોને મનઃશુદ્ધિનો આ ભાવ સમજાવવા જ ચૈતન્ય મહાપ્રભુજીએ ગુંડિચા મંદિરમાં જમા થયેલી ધૂળને સાફ કરી. પછી ઝાડુ અને પાણીથી આખા મંદિરનું 2 થી 3 વાર માર્જન કર્યું. તેના પછી તેમણે પોતાના પહેરેલા વસ્ત્રોથી મંદિર સાફ કર્યું. જેથી થોડી પણ ધૂળ કે માટી ત્યાં બાકી ન રહે. આ રીતે મહાપ્રભુજીએ દરેક ભક્તના હાથ પકડી તેમને મંદિર સાફ કરતાં શીખવ્યું અને મંદિરની સાથે સાથે ‘મન’નું માર્જન એટલે કે મનની સફાઈ કેવી રીતે કરશો તે પણ સમજાવ્યું. બસ, ત્યારથી જ દર રથયાત્રા પૂર્વે ગુંડિચા મંદિરમાં હર્ષથી માર્જનની પ્રથા થાય છે.

શું તમે કર્યું મનનું માર્જન ?

ગુંડિચા માર્જનની પ્રથાની જેમ જ જો તમે પણ તમારા મનમાં ભગવાનને સ્થાન આપવા માંગતા હોવ તો પહેલા તેને સારી રીતે સાફ કરો. જેથી તેમાં કામ, ક્રોધ, લોભ અને મોહ જેવી કોઈ ગંદકી ન રહે અને આપણું મન ભગવાનને બિરાજીત થવા માટેનું એક કોમળ આસન બની રહે.

આ પણ વાંચો :   પુરીમાં ક્યાં આવેલું છે પ્રભુ જગન્નાથજીનું જન્મસ્થાન ?

Next Article