Ayodhya Ram Mandir : અયોધ્યાના રાજા રામ અનેક ગુણોનો ભંડાર છે, જાણો શા માટે તેમણે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો ?

ભગવાન શ્રી રામ એક એવા રત્ન છે, જેની સાથે જોડાવાથી જીવનના તમામ અંધકાર દૂર થઈ જાય છે. હરિ એટલે દુ:ખ દૂર કરનાર, તો ચાલો જાણીએ કે શા માટે દુ:ખ હરનારા ભગવાન શ્રી રામે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો.

Ayodhya Ram Mandir : અયોધ્યાના રાજા રામ અનેક ગુણોનો ભંડાર છે, જાણો શા માટે તેમણે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો ?
ભગવાન શ્રી રામ
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:11 PM

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર (Ram Mandir) માત્ર લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલું મંદિર નથી, પરંતુ તે મર્યાદા પુરુષોત્તમનું મંદિર છે. દરેક લોકો પ્રભુ શ્રી રામ જેવા પુત્ર, પતિ, ભાઈ, મિત્ર વગેરે મેળવવા ઈચ્છા રાખે છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેમના જીવન સાથે સંબંધિત રામલીલા કરવામાં આવે છે.

ભગવાન શ્રી રામ એક એવા રત્ન છે, જેની સાથે જોડાવાથી જીવનના તમામ અંધકાર દૂર થઈ જાય છે. હરિ એટલે દુ:ખ દૂર કરનાર, તો ચાલો જાણીએ કે શા માટે દુ:ખ હરનારા ભગવાન શ્રી રામે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરુણા અને દયાના સાગર અને ધર્મ રક્ષક છે. જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન મનુષ્યના રૂપમાં અવતાર ધારણ કરે છે. આ જ કારણ છે કે ક્યારેક ભગવાન અહીં શ્રી રામના રૂપમાં અને ક્યારેક શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લે છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ત્રેતાયુગમાં પૃથ્વી પર દાનવોનો અત્યાચાર વધવા લાગ્યો અને મનુષ્યોને કષ્ટ આપવાનું શરૂ કર્યું, ત્યારે બ્રહ્માજી સાથે તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને ખાતરી આપી કે આવનારા સમયમાં તે અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથને ત્યાં જન્મ લેશે અને તમામ રાક્ષસોનો સંહાર કરશે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ એ પોતાના વચન મુજબ અયોધ્યામાં જન્મ લીધો.

ભગવાન શ્રી રામના અવતારનું વર્ણન બીજી કથામાં પણ છે. એવું માનવામાં આવે છે કે જય અને વિજય, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત દ્વારપાળ હતા, તેમને બ્રાહ્મણના શ્રાપને કારણે પૃથ્વી પર રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ લેવો પડ્યો હતો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર શ્રી રામ તરીકે અવતાર લીધો.

ભગવાન શ્રી રામના જન્મની અન્ય એક કથા મનુ અને સતરૂપા સાથે જોડાયેલી છે. જેમાં ભગવાન વિષ્ણુએ તેમને પૃથ્વી પર જન્મ લેવા માટે વરદાન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ વરદાનને પૂર્ણ કરવા માટે, તેમણે પૃથ્વી પર જન્મ લીધો. મનુ અને સતરૂપા તેમના આગળના જન્મમાં દશરથ અને કૌશલ્યા તરીકે જન્મ લીધો અને તેમને ત્યાં ભગવાન શ્રી રામે અવતાર ધારણ કર્યો.

 

આ પણ વાંચો : ભગવાનની પૂજામાં માળાના જાપ કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો કયા દેવતાનો જાપ કઈ માળાથી કરવો

આ પણ વાંચો : Bhakti : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા