Tulsi : તુલસીના પાન તોડતા પહેલા જાણો આ નિયમો, બાકી થશે નુકસાન

હિન્દુ ધર્મમાં તુલસી અને ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યા છે તુલસીની વિધિ-વિધાનથી પુજા કરવાથી હંમેશા સુખ -સમુદ્રિ બની રહે છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાનને તોડતા પહેલા કેટલાક નિયમો હોય છે. તો આવો જાણીએ આ નિયમો વિશે.

Tulsi  : તુલસીના પાન તોડતા પહેલા જાણો આ નિયમો, બાકી થશે નુકસાન
Know these rules before Breaking the Tulsi leaves
| Edited By: | Updated on: Jul 11, 2021 | 1:06 PM

Tulsi : ધર્મમાં તુલસી (Tulsi)ના છોડનું મહત્વ ખુબ જ છે. તુલસી ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નો પ્રિય છોડ છે, જેનો ઉપયોગ દરેક ધાર્મિક પુજા પાઠમાં કરવામાં આવે છે માન્યતા છે કે, તુલસીના પાન વગર કોઈ પણ પુજા અધુરી માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં તુલસી(Tulsi)ના છોડનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પણ તુલસીના મહત્વ વિશે જણાવવામાં આવે છે. આટલું જ નહિ પરંતુ તુલસીનો ઉપયોગ ઔષધીના રુપમાં કરવામાં આવે છે. તુલસીના પાનનો ઉપયોગ દરેક પુજામાં કરવામાં આવે છે. માન્યતા એ પણ છે કે, તુલસી(Tulsi)ના પાન વગર કોઈ પણ પુજા અધરી છે. વિષ્ણુ સહિત હનુમાનજીની પુજા  અને ધાર્મિક વિધિમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં તુલસી અને ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યા છે કહેવામાં આવે છે કે, તુલસીની વિધિ-વિધાનથી પુજા કરવાથી હંમેશા સુખ -સમુદ્રિ બની રહે છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાનને તોડતા પહેલા કેટલાક નિયમો હોય છે. તો આવો જાણીએ  આ નિયમો વિશે.

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને  ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તુલસી(Tulsi)ના છોડને રસોડાની પાસે બિલકુલ ન રાખવો જોઈએ, આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

2. ભગવાન વિષ્ણુને તુલસી ખુબ પ્રિય છે પરંતુ તુલસીના પાનનો ઉપયોગ ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશ માટે ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે  કે, સ્નાન કર્યા વગર તુલસી(Tulsi)ના પાનને સ્પર્શ કરવો તેમજ તોડવા જોઈએ નહી.

3. જો કોઈ કારણથી તુલસી સુકાય જોય તો તેને ફેકવાને બદલે પવિત્ર નદી તેમજ માટીની અંદર પધરાવવા જોઈએ.

4. રવિવારના દિવસે તુલસીના પાન તોડવા સારા નથી. આ દિવસને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નો પ્રિય દિવસ માનવામાં આવે છે. જેના માટે તુલસીના પાન તોડવાથી ઘરમાં અશુભ થાય છે.

તુલસી (Tulsi)ના પાનને એકાદશી, મકરસંક્રાતિ, સૂર્યગ્રહણ, ચંદ્ર ગ્રહણ અને રાત્રિના સમયે તુલસીના પાન તોડવા જોઈએ નહિ, કહેવામાં આવે છે કે, તુલસીના પાનને ક્યારે પણ નખથી તોડવા જોઈએ નહિ આમ કરવાથી દોષ લાગે છે. તમે પાન તોડવા માટે નખના બદલે આંગળીઓનો ઉપયોગ કરી શકો છો.

તુલસી(Tulsi)નું વૈજ્ઞાનિક (Scientific)મહત્વ

તુલસીમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે. જેનો ઉપયોગ કરવાથી બીમારી (disease)ઓ દુર રહે છે. તુલસી(Tulsi)ના છોડ લગાવવાથી આસપાસની હવા શુદ્ધ રહે છે, તુલસી(Tulsi)નો ઉપયોગ કરવાથી શ્વાસ સંબંધી બિમારીઓ પણ દુર થાય છે.

આ પણ વાંચો : Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ

 આ પણ વાંચો : Milk : દુધ ગરમ કરવામાં મોડું થાય અને દુધ ફાટી જાય છે તો, અપનાવો આ સરળ રીત

Published On - 1:02 pm, Sun, 11 July 21