Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય

|

Jan 17, 2022 | 7:34 PM

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય
Vastu Tips For Home - Symbolic Image

Follow us on

પાંચ તત્વો પર આધારિત વાસ્તુનો (Vastu) સંબંધ આપણી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા સાથે છે. આપણે તેનાથી સંબંધિત નિયમોની અવગણના ન કરવી જોઈએ. અન્યથા કોઈ અનિચ્છનીય વાસ્તુ દોષ હોય અથવા તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. જેના કારણે ઘરના લોકોને તન, મન અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ કંઈક આવી જ સમસ્યા છે, તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

1. સનાતન પરંપરા અનુસાર ઘરમાં દરરોજ પોતાના ઇષ્ટદેવની પૂજામાં ધૂપ-દીપ પ્રગટાવવાથી દૈવી કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

2. જો તમને લાગે છે કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હંમેશા રહે છે, તો તમારે તેને દૂર કરવા માટે મીઠાના પાણીથી પોતું લગાવવું જોઈએ. જો તમે દરરોજ આ ઉપાય ન કરી શકો તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કરો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

3. ઘરની અંદર ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂજામાં ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે ગાયત્રી મંત્રનો જાપ જાતે કરી શકતા નથી, તો ગાયત્રી મંત્રનો ઓડિયો વગાડો.

4. જો કોઈપણ વાસ્તુ દોષના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા કાયમ રહે છે, તો તેને દૂર કરવા માટે, તે સ્થાનની આસપાસ એક વાટકીમાં ફટકડીના કેટલાક ટુકડા રાખો. ફટકડીના ટુકડાને હંમેશા વાટકીમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ જોઈ ન શકે.

5. ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દરવાજાની બહાર હળદરનું પાણી છાંટવું. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ કાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

6. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ટાળવા માટે, તમારે તમારા મુખ્ય દ્વાર પર રિદ્ધિ-સિદ્ધિ આપનાર અને તમામ પરેશાનીઓમાંથી બચાવનાર ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય મુકવી જોઈએ.

7. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ ન થવા દેવા માટે, તમારા ઘરના બ્રહ્મ સ્થાનમાં કચરો, ચંપલ અને ભંગાર ન રાખો.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Shiva abhishek: તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત

આ પણ વાંચો : Shiva blessings: આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !

Next Article