Indira Ekadashi 2021: આ શ્રાદ્ધ એકાદશીની તિથિ, સમય, મહત્વ અને પૂજા વિધિ વિશે જાણો

|

Oct 02, 2021 | 11:46 AM

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, જે ભક્તો ઈન્દિરા એકાદશીનું પાલન કરે છે તેઓ મૃત આત્માઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેથી અમે અહીં તેના વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ.

Indira Ekadashi 2021: આ શ્રાદ્ધ એકાદશીની તિથિ, સમય, મહત્વ અને પૂજા વિધિ વિશે જાણો
Indira Ekadashi 2021

Follow us on

ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત હોવાથી એકાદશી સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંથી એક છે. જ્યારે અશ્વિન મહિનામાં એકાદશી આવે છે ત્યારે તે ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે એક દિવસનું વ્રત રાખે છે.

આ એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે તે પિતૃ પક્ષમાં આવે છે. આ વર્ષે આ દિવસ 2 ઓક્ટોબર 2021 ના ​​રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, જે ભક્તો ઈન્દિરા એકાદશીનું પાલન કરે છે તેઓ મૃત આત્માઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેથી અમે અહીં તેના વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ.

ઇન્દિરા એકાદશી 2021: તિથિ અને શુભ સમય

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તારીખ: 2 ઓક્ટોબર, શનિવાર

એકાદશીની તિથિ શરૂ થાય છે – 01 ઓક્ટોબર 2021 રાત્રે 11:03 વાગ્યે

એકાદશીની તિથિ સમાપ્ત થાય છે – 02 ઓક્ટોબર 2021 રાત્રે 11:10 વાગ્યે

પારણા: 03 ઓક્ટોબર, 2021, સવારે 06:15 થી 08:37

ઇન્દિરા એકાદશી 2021: મહત્વ

પિતૃ પક્ષના મહિનામાં આ શુભ દિવસ પિતૃઓને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. આ દિવસે ભક્તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે એક દિવસનું વ્રત રાખે છે. આ દિવસને એકાદશી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તોએ શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ અને પીંડ દાન કરવું જોઈએ. આ સાથે કાગડા, ગરીબ અને ગાયોને ભોજન આપવું જોઈએ.

એકાદશી વ્રત ત્રણ દિવસનો તહેવાર છે. એકાદશીના એક દિવસ પહેલા, ભક્તો બપોરે એક જ વખત ભોજન લે છે અને બીજા દિવસે ઉપવાસ રાખે છે. ત્રીજા દિવસે, ભક્તો સૂર્યોદય પછી ઉપવાસ તોડે છે.

ઇન્દિરા એકાદશી 2021: પૂજા વિધિ

કેટલાક લોકો પાણી પીધા વગર એટલે કે નિર્જળા ઉપવાસ રાખે છે અને કેટલાક ફળ અથવા સાત્વિક ભોજન સાથે.

1. વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
2. મીઠાઈ અને ફળો સાથે તુલસીના પાન અર્પણ કરો.
3. ફૂલ અર્પણ કરો, ધૂપ કરો અને ભગવાન વિષ્ણુને તિલક કરો.
4. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ શુભ છે.
5. આરતી કરીને પૂજા સમાપ્ત કરો.
6. બ્રાહ્મણોને ફળ, ભોજન,વસ્ત્ર, અને ધનનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

શ્રાદ્ધનો આ સમય સૌથી મહત્વનો છે અને આ એકાદશીનું વ્રત કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bad Vastu Omens: વાસ્તુ સબંધિત આ સંકેતોથી જાણો ઘરમાં થનાર શુકન-અપશુકન

આ પણ વાંચો : Lord Vishnu : ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કરો આ મહા ઉપાય, પૂર્ણ થશે સુખ અને સંપત્તિની મનોકામના

Next Article