Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો

|

Aug 03, 2023 | 6:30 AM

બાળકોનું સ્ટડી ટેબલ (Study table) અને ખુરશી એ રીતે ગોઠવવા જોઇએ કે અભ્યાસ સમયે બાળકોનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારેય અભ્યાસ કરવા ન બેસવું. આ દિશા તરફ મુખ રાખવાથી બાળકો અભ્યાસમાં એકાગ્રતા નથી મેળવી શકતા.

Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો

Follow us on

મોટાભાગે બાળકોનું મન હંમેશા રમતમાં જ હોય છે એટલે તેઓ ભણવાથી દૂર ભાગતા હોય છે. તેમનું મગજ હંમેશા રમતની વાતોમાં વ્યસ્ત રહેતું હોય છે. પરંતું ભણવામાં તેમને કંટાળો આવતો હોય છે. મૂળ રીતે જોઇએ તો બાળકોનો સ્વભાવ ચંચળ હોવાના કારણે તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા જેના કારણે તેની અસર તેમના ભણવા પર પડે છે.

માતાપિતા હંમેશા આ વાતને લઇને પરેશાન રહેતા હોય છે. જો આપના બાળકો પણ આ જ રીતે વર્તન કરતા હોય તો વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો દર્શાવ્યા છે જે અજમાવવાથી બાળકોની ભણવા પ્રત્યેની એકાગ્રતા વધી શકે છે. તો ચાલો આજે જાણીએ આ ઉપાયો વિશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
  • અભ્યાસ કરવા માટેનું ટેબલ હંમેશા સાફ રહેવું જોઇએ. ત્યાં પુસ્તકો અસ્તવ્યસ્ત ન પડ્યા હોવા જોઇએ.
  • સ્ટડી રૂમમાં પુસ્તકો એક વ્યવસ્થિત જગ્યા પર ગોઠવાયેલ હોવા જોઇએ. પુસ્તકો ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલમાં રાખવા જોઇએ.
  • જો પુસ્તકોને તિજોરી કે કબાટમાં રાખો તો પણ તેની દિશાનો ખાસ ખ્યાલ રાખવો. તેને પૂર્વ કે ઉત્તર દિશામાં જ રાખવા જોઇએ.
  • બાળકોનું સ્ટડી ટેબલ અને ખુરશી એ રીતે ગોઠવવા જોઇએ કે અભ્યાસ સમયે બાળકોનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારેય અભ્યાસ કરવા ન બેસવું. આ દિશા તરફ મુખ રાખવાથી બાળકો અભ્યાસમાં એકાગ્રતા નથી મેળવી શકતા.
  • ઘરના બાળકોનો રૂમ ક્યારેય શૌચાલયની નીચે ન હોવો જોઇએ.
  • બાળકોનું સ્ટડી ટેબલ ચોરસ કે લંબચોરસ આકારનું હોવું જોઇએ.
  • બાળકોના રૂમમાં ઘાટા રંગ ન રાખવા નહીં તો બાળકોનું મન અભ્યાસમાં એકાગ્ર નહીં રહે
  • બાળકોની ખુરશી રૂમમાં એ રીતે રાખવી કે તેમની પીઠની પાછળ બારી આવે. તેનાથી બાળકોને એનર્જી મળતી રહેશે અને તેમનું મન ભટકશે નહીં.
  • અભ્યાસના રૂમના દરવાજા પર લીમડાની કેટલીક ડાળીઓ બાંધી દેવી તેનાથી રૂમમાં સકારાત્મકતા રહેશે અને શુદ્ધ હવા પ્રવાહિત થતી રહેશે.
  • બાળકોના સ્ટડી રૂમમાં વધારે પડતો સામાન ન ભરેલો હોવો જોઇએ.
  • બાળકોના મસ્તક પર કેળના વૃક્ષની માટીનું તિલક કરવું જોઇએ.
  • એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બાળકોના રૂમમાં અરીસો એવી જગ્યાએ ન મૂકવો જોઈએ કે જ્યાંથી તેનું પ્રતિબિંબ પુસ્તકો પર પડે.
  • બાળકોએ નિત્ય ગાયત્રીમંત્રના જાપ કરવા જોઇએ.
  • બાળકોના અભ્યાસના રૂમમાં પ્રાકૃતિક પ્રકાશ આવતો હોવો જોઇએ.
  • જો બાળકોના અભ્યાસના રૂમમાં ઓછું અજવાળું આવતું હશે તો તેની અસર તેના અભ્યાસ પર પડશે.
  • રૂમમાં લીલા રંગના પડદા લગાવવા જોઇએ તેનાથી બાળકોનું મન અભ્યાસમાં એકાગ્ર રહેશે.
  • બાળકોએ માતા સરસ્વતી અને ભગવાન શ્રીગણેશના બીજમંત્રનો જાપ કરવો જોઇએ
  • બાળકો દ્વારા ધાર્મિક પુસ્તકો, પેન તેમજ શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરાવવું જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article