Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ

|

Apr 04, 2022 | 6:33 AM

જગતજનની તો ખૂબ દયાળુ છે. તેના ભક્તોની દરેક કામનાને પૂર્ણ કરનારી છે. જો ઘરમાં કલેશ છે, રોગે ઘર કરી લીધું છે કે વ્યવસાયમાં છે કોઈ અડચણ તો આદ્યશક્તિના આ ઉપાય દૂર કરશે આપની સમસ્યા.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ
Maa amba (symbolic image)

Follow us on

આ વખતની ચૈત્રી નવરાત્રી એટલે તો પૂરા નવ નવ દિવસ માતાની આરાધના કરવાનો અવસર. આ વખતની નવરાત્રી પૂરા નવ દિવસ અને નવ રાત્રિ સાથે આવી છે. કોઈ પણ તિથીનો ક્ષય નથી. જો કે નવ દિવસો સુધી ચાલતી નવરાત્રીમાં દરેક લોકો માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રીમાં સુખ સમદ્ધિ પ્રાપ્તિ અર્થે પૂજા પાઠ કરવાનું માહાત્મ્ય છે. નવરાત્રીમા માતાની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. માન્યતા એવી છે કે નવરાત્રીમાં જો કોઈ સારા કાર્ય અર્થે અને સારા ઉદેશ અર્થે કોઇ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના શીઘ્ર જ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ એવા જ સરળ ઉપાયો.

ઘર પરિવારમાં કલેશ કે બિમારીની સમસ્યા અર્થે
પતિ-પત્નીની વચ્ચે કે ઘર પરિવારમાં સંબંધો સુમેળભર્યા ન હોય કે ઘરમાં બિમારીની મોટી સમસ્યા હોય તો નવરાત્રીમાં એક ખાસ ઉપાય અવશ્ય કરવો. આ ઉપાય કરવા માટે સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને પૂજા સમયે નીચે આપેલ મંત્રનો 21 વાર નિયમિત રૂપે જાપ કરવો. જો સંભવ હોય તો પરિવારના સદસ્યોએ પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના કારણે જીવનભર પરિવારના દરેક સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઇ રહેશે અને દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હેવાની માન્યતા છે. .
સબ નર કરહિં પરસ્પર પ્રીતી |
ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ||

વ્યવસાય અર્થે
નવરાત્રીમાં બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને સફેદ રંગના ઊનનું આસન લેવું. આપનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ તે આસન પર બેસવું. હવે આપની સામે પીળું વસ્ત્ર પાથરીને તેની પર 108ની સ્ફટિકની માળા મૂકી દો હવે તેની પર કેસર અને કેવડાનું અત્તર છાંટીને માળાની પૂજા કરો. આ માળાને ધૂપ, દીપ અને અગરબત્તી અર્પણ કરીને નીચે આપેલ મંત્રની માળા કરો.
ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ટ સ્વાહા
આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પ્રકારે નવરાત્રીના દિવસો દરમ્યાન આ માળા કરવાથી તે સિદ્ધ થઇ જાય છે. આ પછી ક્યારેય પણ કોઇ ઇન્ટરવ્યૂ કે અન્ય કોઇ મહત્વના કાર્યે જતા હોવ ત્યારે આ માળા ધારણ કરીને જવું. આ ઉપાય કરવાથી આપને અચૂક સફળતાની પ્રાપ્તિ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article